Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

એસબીઆઇનાં ર૪ એટીએમમાં નાણા ભર્યા બાદ ઉપાડી લઇને ર કરોડનો ધુંબો

ખાનગી કંપનીના ૩ કર્મચારીઓએ વિશ્વાસઘાત કરતા જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

જુનાગઢ તા. ૩૦: એસબીઆઇના ર૪ એટીએમમાં ખાનગી કંપનીના ત્રણ કર્મચારીએ નાણા ભરી બાદમાં ઉપાડી લઇ રૂ. બેકરોડથી વધુનો ધુંબો મારી દીધો હોવાની પોલીસ ફરીયાદ આજે સવારે જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં થતા હલચલ મચી ગઇ છ.ે

આ અંગે ભાવનગર સ્થિત કસ્ટોડીયન કંપનીના અધિકારી આશિષભાઇ પ્રવિણભાઇ ગોહેલે તેની કંપનીના ઓથોરાઇઝ કર્મચારીઓ મિલન મનસુખ ઉમરેટીયા (ખલીલપુર રોડ, જુનાગઢ) વિક્રમસિંહ દિલીપસિંહ ચૌહાણ (મધુરમ-જુનાગઢ) અને નિમેષ ગઢિયા (સુરત)ને કંપની કોન્ટ્રાકટ મુજબ એસબીઆઇના જુદા જુદા એટીએમના બેંક તરફથી મળતા નાણા ભરવાની ફરજ સોપવામાં આવી હતી.

પરંતુ આ ત્રણેય શખ્સોએ તા. રપ-૧-ર૦૧૯થી એસબીઆઇના જુદા જુદા એટીએમના નિયત સમયે નાણા ભરવાની કામગીરી કરી હતી, પરંતુ યેનકેન રીતે નાણા પરત ઉપાડી લીધા હતા.

કંપનીના ઓથોરાઇઝ કર્મચારી મિલન ઉમરેટીયા અને વિક્રમસિંહ ચૌહાણે સુરતના નિમેષ ગઢીયાની મદદથી એસબીઆઇના ર૪ જેટલા એટીએમમાં નાણા ભરી બાદમાં રૂ. બે કરોડ, ૪ લાખ ૯૧,૬૦૦ની રકમ પોતાના ફાયદા માટે ઉપાડી લીધી હોવાનું કસ્ટોડીયન કંપનીને માલુમ પડયું હતું.

આવી આજે સવારે કંપની ભાવનગર ખાતેના અધિકારી અશિષ ગોહેલે જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ એન.કે. વાજા ચલાવી રહ્યા છે.

(11:44 am IST)