Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વાસાવડ દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીને ઉચાપતના કેસમાં પાંચ વર્ષની સજા

ગોંડલ, તા. ૩૦ :. ગોંડલની કોર્ટના ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ મુન્દ્રા મેડમે વાસાવડ દૂધ ઉત્પાદન મંડળીના મંત્રી ગોપાલદાસ ભગવાનદાસ દૂધરેજીયાને રૂ. ૧૮૪૮૦ની ઉચાપતના કેસમાં પાંચ વર્ષની સજા તથા ૩ હજારનો દંડ ફટકારેલ છે.

૧૬ વર્ષ જૂના કેસનો ચુકાદો આપતા વાસાવડ દૂધ મંડળીના મંત્રીએ રૂ. ૧૮૪૮૦ની ઉચાપત કરેલ. આ અંગે કેસ ચાલી જતા આરોપી ગોપાલદાસ ભગવાનદાસ દુધરેજીયાને પાંચ વર્ષની સાદી જેલની સજા કરેલ છે. આ કામમાં સરકારી વકીલ એસ.ડી. પરમાર રોકાયેલ હતા. જ્યારે જ્યુડી. મેજીસ્ટ્રેટ મુન્દ્રા મેડમે ચુકાદો આપેલ હતો.

(10:37 am IST)