Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯

સુરેન્દ્રનગરમાં ખર્ચ ઓબ્ઝર્વર રધવેન્દ્રએ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી

સુરેન્દ્રનગરઃ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચનું નિરીક્ષણ રાખવા અર્થે ચૂંટણી પંચ દ્વારા સંસદીય મતવિસ્તાર દીઠ ખર્ચના ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવે છે. જે અંતર્ગત ૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તાર માટે ઓબ્ઝર્વર(ખર્ચ)શ્રી રાદ્યવેન્દ્રની નિમણૂક થયેલ છે. ખર્ચના ઓબ્ઝર્વરશ્રીએ આજરોજ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઇને કચેરી દ્વારા કરવામાં આવતી MCMC ની કામગીરીની વિગતો જાણી હતી. આ મુલાકાતમાં ઓબ્ઝર્વર સાથે ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂ પણ ઉપસ્થિત રહયા હતાં.

આ મુલાકાતમાં ઓબ્ઝર્વરશ્રીએ એમ.સી.એમ.સી.ની કામગીરી બાબતે નાયબ માહિતી નિયામક એમ.વી.માલીને લોકસભા ચૂંટણી અન્વયે ઉમેદવારો દ્વારા અપાતી જાહેરખબર તેમજ પેઇડ ન્યુઝ પર સતત ધ્યાન રાખવા સુચના આપી હતી. ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લા માહિતી કચેરીની કામગીરી અંગે પ્રશંશા કરી હતી. વધુમાં નોડલ અધિકારી(ખર્ચ) અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉમેદવારોના ખર્ચનું સતત મોનેટરીંગ થાય તે હેતુ એમ.સી.એમ.સી.ના દૈનિક રિપોર્ટ પર ધ્યાન રાખવા જણાવ્યુ હતુ.

(10:36 am IST)