Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામનગરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દિવ્યાંગ ભાઇઓ વચ્ચે ક્રિકેટ ટુનામેન્ટ યોજાઇ

 જિલ્લા ચુંટણી અધિકારી જામનગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દિવ્યાંગ ભાઈઓ વચ્ચે તા.૨૯ના રોજ અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ડીસ્ટ્રીક આઈકોન જીમીષ પારેખ ઉપસ્થિત રહ્યાં હતા અને કલેકટરશ્રી દ્વારા તેમનુ કેપ અને ગીફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જામનગર શહેર અને જામનગર ગ્રામ્ય એમ બે ટીમો વચ્ચે ક્રિકેટ મેચ ખેલાયો હતો. જામનગર શહેર ટીમનો વિજય થયો હતો જેમને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર રવિશંકર દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગતના આ મેચમાં દિવ્યાંગભાઈઓ અને અધિકારીઓ દ્વારા મતદાન કરવાના શપથ લેવામાં આવ્યાં હતા. આ ક્રિકેટ મેચમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, પ્રોબેશનરી કલેકટર મનીષ ગુરવાણી, રમત-ગમત અધિકારીશ્રી વાળા, પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશિયલ ચાઈલ્ડ રાજકોટના સેક્રેટરી ભાસ્કર પારેખ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તે પ્રસંગની તસ્વીર.

(10:32 am IST)