Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવાના બીજા દિવસે કુલ ૨૧ ઉમેદવારીપત્રો ઉપડયા

ભાવનગર, તા.૩૦: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને ભાવનગર જિલ્લામાં ઉમેદવારી નોંધાવવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે તા.૨૯/૩/૨૦૧૯ના રોજ વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષો તેમજ અપક્ષો સહિત ૧૦ લોકો દ્વારા કુલ ૧૯ ઉમેદવારી પત્રો ઉપડ્યા હતાં. જેમાં અપક્ષ ૧૧, નેસનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-૨, ભારતીય જનતા પાર્ટી-૪, તેમજ સમાન અધિકાર પાર્ટી-૨, સહિત કુલ ૧૯ ફોર્મ ઇસ્યૂ કરવામાં આવ્યાં છે.

દરમિયાન, આજે ઇસ્યૂ કરવામાં આવેલાં ફોર્મ પૈકી એક પણ ઉમેદવાર દ્વારા ચૂંટણી ફોર્મ ભરવામાં આવેલ ન હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હર્ષદ પટેલની યાદીમાં જણાવાયું છે. ભાવનગર બેઠક માટે બે દિવસ દરમિયાન કુલ ફોર્મનો ઉપાડ થયો છે.

(10:31 am IST)