Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

હળવદનાં ઇશનપુરમાં જમીનમાં દબાણની ના પાડતા સરપંચને ખૂનની ધમકી

હળવદ, તા.૩૦: પંથકમાં દિવસેને દિવસે સરકારી જમીનો પર દબાણ કરી જમીન માફિયાઓ જમીન પર કબજો જમાવી રહ્યાં છે ત્યારે હળવદના નવા ઈશનપુર ગામે સાર્વજનિક પ્લોટમાં દબાણ કરતાં માથાભારે શખ્શોને ગામના સરપંચ,સભ્યો અને આગેવાનોએ ના પાડવા ઉશ્કેરાયેલા શખ્સોએ સરપંચનો કોલર પકડી પાઈપ વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની યોગ્ય કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ મથકે અરજી કરી હતી.

હળવદ તાલુકામાં દિન પ્રતિદિન માથાભારે શખ્સો સરકારી કિમતી જમીનો પર કબજો જમાવી રહ્યાં છે જેમાં હળવદના નવા ઈશનપુર ગામે સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરતાં રણછોડ ભુદરભાઈ, પરસોત્ત્।મ ભૂદરભાઈ અને ઘનશ્યામ ભુદરભાઈને સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો અને આગેવાનોએના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ જેમ તેમ બોલી જે થાય તે કરી લેવાનું કહી પાઈપ વડે સરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો.

તાલુકાના નવા ઈશનપુર ગામે બીન ખેતી થયેલી જમીનમાં સાર્વજનિક પ્લોટ આપવામાં આવ્યો છે જેમાં સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરતાં ત્રણેય માથાભારે શખ્શોને સમજાવવા માટે નવા ઈશનપુર સરપંચ,ગ્રામ પંચાયત સદસ્યો અને આગેવાનો ગયા હતા પરંતુ રાજકીય ઓથ ધરાવતા માથાભારે શખ્શોએ સરપંચને જે થાય તે કરી લેવાનું કહી પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો પરંતુ ગ્રામજનોએ વચ્ચે પડી પાઈપથી કરેલાં હુમલામાં બચાવી લીધા હતા.

 પરંતુ માથા ફરેલા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.નવા ઈશનપુર ગામના મહિલા સરપંચ સરસ્વતી બેન શામજીભાઈએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી અને સાર્વજનિક જગ્યામાં બાંધકામ અટકાવવા તેમજ મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકે અરજી કરી હતી.

(10:30 am IST)