Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે નાલંદા વિદ્યાલયના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ

જૂનાગઢ તા.૩૦: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એ.આર. પાઠકની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. પી.વી. પટેલના માર્ગદર્શનથી સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ તથા નાલંદા વિદ્યાલય-દેરડી(રાજકોટ) સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓનો પ્રેરણા પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ વિદ્યાર્થીઓને ડો. પી.વી. પટેલ દ્વારા ધોરણ -૧૨ સાયન્સ બાદ કૃષિ, બાગાયત, પશુપાલન અને કૃષિ ઇજનેરી વિષયોની વિસ્તૃત વિષય વાર માહિતી આપવામાં આવી અને તેના ભવિષ્યની ઉજ્જવળ તકો વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિશેષમાં તેઓએ વિદ્યાર્થીઓને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃતિથી માહિતગાર કર્યા હતા.

કૃષિ યુનિવર્સિટીના ''કૃષિ દર્શનાલય'' ની મુલાકાતથી વિદ્યાર્થીઓ અત્યંત પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત કેટલ બ્રિડીંગ ફાર્મની પણ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી અને ત્યાં ગીર ગાયની જાળવણી અંગેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને બેકરીશાળા અને જુદા-જુદા વિભાગોની સ્થળ મુલાકાત કરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કુલ ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એ.એમ. પોલરાએ જહેમત ઉઠાવી હતી.

(9:51 am IST)