Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામનગરનાં 20 ગામોના ખેડૂતોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર : રાજકારણીઓને પ્રવેશવાની મનાઈ !!

નાઘુના ગામમાં આશરે 20 જેટલા ગામોના ખેડૂતો આગેવાનો અને સરપંચો એકઠા થયા હતા

 

જામનગર તાલુકાનાં 20 ગામોના ખેડૂતો ભેગા મળીને પાકવિમો, રોજગારી, અછતગ્રસ્ત જાહેરાત અને પાણીની તંગી જેવા અનેક પ્રશ્નો લઈને વિરોધ કરતાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કયો છે. તેમજ કોઈપણ રાજકારણીએ ચૂંટણી અને પક્ષના પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે.

 જામનગર તાલુકાનાં 20 જેટલા ગામના ખેડૂતો હાલ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જામનગર થી 25 કિલોમીટર દૂર આવેલા નાઘુના ગામમાં આશરે 20 જેટલા ગામોના ખેડૂતો આગેવાનો અને સરપંચો એકઠા થયા હતા. અપૂરતો પાકવિમો,રોજગારીની અછત, ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા અને પાણી તંગી જેવા મુદા ઓને લઈને ખેડૂતોએ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈપણ રાજકારણીએ કોઈપણ પક્ષ ના પ્રચાર અર્થે ગામ માં પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવી છે અને 20 ગામના બધાજ ગામજનો અને ખેડૂતોએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે

(10:50 pm IST)