Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

તળાજામાં આર,આર,સેલના બે જુગાર ધામ ઉપર દરોડા ૧૭ પત્તાપ્રેમીઓ ૨.૪૫ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા

 

ભાવનગર : આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફને  મળેલ બાતમી આધારે પ્રથમ તળાજા ખાતે રામપરા રોડ ઉપર આવેલ સાંઇદર્શન કોમ્પલેક્ષના ફર્સ્ટ ફલોર ઉપર હરદેવભાઇ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ બારૈયા (રહે,પાવઠી ગામ, તા.તળાજા)ના કબજા ભોગવટા વાળા હિરાના કારખાનામાં જુગારના ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા હરદેવભાઇ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ બારૈયા (..૨૩) (  માણસુરભાઇ ઉર્ફે મનોજભાઇ ગભાભાઇ ભંમર (..૪૦રઘુભાઇ પથુભાઇ રાઠોડ (..૨૪)( હરજીભાઇ ઉર્ફે હરેશભાઇ જેરામભાઇ શિયાળ (..૨૯) હિતેષભાઇ ભુપતભાઇ સરવૈયા ( ..૨૪, ) પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા (..૨૮ )તથા સંજયભાઇ ઓઘડભાઇ સોલંકી (..૨૧)રહેવાસી-પાવઠી ગામ વાળાઓને રોકડ રૂપિયા રૂ઼.૫૮,૭૦૦ તથા મોબાઇલ ફોન- તથા મો.સા.- તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ,૪૨,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ અન્ય તળાજા ખાતે રામપરા રોડ ઉપર આવેલ સાંઇદર્શન કોમ્પલેક્ષના ફર્સ્ટ ફલોર ઉપર વિક્રમભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા (..૩૨ ) (રહેવાસી ઉંચડી ગામ વાળા )ના કબજા ભોગવટા વાળા હિરાના કારખાનામાં જુગારના ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા વિક્રમભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા (..૩૨)કાનાભાઇ વિહાભાઇ ભંમર (..૩૨), પ્રદીપભાઇ પથુભાઇ રાઠોડ (..૩૧), ગીગાભાઇ જેઠુરભાઇ ભાદરકા (..૨૧), દેવાયતભાઇ માણસુરભાઇ ભંમર(..૨૮,) દેહુરભાઇ ખોડાભાઇ ભંમર (..૩૩) લાલજીભાઇ વલ્લભભાઇ વેગડ (..૩૩), શિવાભાઇ ભીમાભાઇ સોલંકી( ..૩૫), સંદીપભાઇ બાબુભાઇ સરવૈયા ( ..૨૪), વિજયભાઇ સામંતભાઇ પરમાર (..૨૮)ને રોકડ રૂપિયા રૂ઼.૨૫૫૦/- તથા ગંજીપાના સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(1:04 am IST)