Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ભાવનગર-બોટાદ સહિત ૧૧ ઘરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી રણજિત ઉર્ફે બોળીયો સરોડ ગામેથી ઝડપાયો

અગાઉ પણ ભાવનગર, બોટાદ અને રાજકોટ જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓમાં પકડાઇ ચુક્યો છે

 

ભાવનગર :એસ..જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સેસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અનિરૂધ્ધસિંહ ગોહિલની બાતમીના આધારે ઘરફોડ ચોરીઓના ૧૧ ગુન્હાઓમાં વોન્ટેડ આરોપી રણજીત ઉર્ફે બોળીયો રામજીભાઇ પરમાર/દે.પુ. ( .. ૨૪) ( રહે શક્તિનગર જામવાળીરોડ વાડી વિસ્તાર પાલીતાણા )ને  સરોડગામ પાલીતાણા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે

  આરોપી ભાવનગર જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તથા બોટાદ જીલ્લામાં તથા રાજકોટ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુન્હા મળી કુલ ૧૧ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં વોન્ટેડ છે. આરોપી અગાઉ પણ ભાવનગર, બોટાદ અને રાજકોટ જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે.

   આરોપી રીઢો અને ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળો છે. આરોપી તેના સાગરીતો સાથે મળી રાત્રીની ઘરફોડ ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડીસ ધરાવે છે  આરોપી ઉપરોકત ગુન્હાઓ ઉપરાંત ગુજરાત રાજયના અન્ય પોલીસ સ્ટેશનો માં ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં વોન્ટેડ હોવાની શકયતા છે આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.

(12:30 am IST)