Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર આગ બુઝાવા ગયેલું ફાયર ફાઈટર જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું !

 

જામનગર: શહેરમાં ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા ગયેલું ફાયર ફાઈટર પોતે આગની જ્વાળાઓમાં લપેટાઈ જઈને સળગીને ખાખ થઈ ગયું હતું. ફાયર ફાઈટરમાં લાગેલી આગને બુઝાવા માટે બીજા ફાયર ફાઈટર બોલાવા પડ્યા હતા

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર નજીક ડમ્પિંગ સાઈટ પર શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. ડમ્પિંગ સાઈટમાં  અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી તેને બુઝાવવા માટે ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. કોઈ કારણસર ફાયર ફાઈટર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આગના કારણે ફાયરફાઈટરને મોટું નુકસાન પહોંચ્યું હતું, લગભગ મોટાભાગનું ફાયર ફાઈટર સળગી ગયું હતું. ફાયરફાઈટમાં લાગેલી આગને બુઝાવવા માટે બીજા ફાયર ફાઈટર મોકલવા પડ્યા હતા

(1:00 am IST)