Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ભાણવડ પંથકમાં વિદેશી દારૂના જથ્‍થા સાથે બે ઝડપાયા : એકની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૩૦ : ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા વિશાલ ગોરધનભાઈ ખીરસરીયા અને કારુ રાયમલ સુવાળીયા નમના બે શખ્‍સો દ્વારા છુપાવીને રાખવામાં આવેલી ૧૦૮ બોટલ વિદેશી દારૂનો જથ્‍થો પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસ રૂપિયા ૪૩,૨૦૦ ની કિંમતના વિદેશી દારૂ તથા રૂપિયા ૭,૦૦૦ ની કિંમતના એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં રહેતા કાના મેરામણ મોરી તેમના શખ્‍સનું પણ નામ ખુલવા પામ્‍યું હતું. જે સંદર્ભે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)