Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

હોટલના કારીગર બાબતે બઘડાટી બોલી : ચાર શખ્‍સો સામે ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અહદભાઈ સબીરભાઈ શાહમદાર, ઉ.વ.ર૦, રે. ગુલાબનગર મેઈન ઢાળીયો વિશ્‍વકર્મા ગેરેજ બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૧-ર૦ર૩ના ફરીયાદી અહદભાઈ ની હોટલમાં કારીગર તરીકે કામ કરતા સાજન દેવીપુજકને આરોપી આશીફભાઈ ગનીભાઈ આમરોણીયા પોતાની હોટલમાં કામે રાખવા માંગતા હોય પરંતુ સાહેદ આરોપીની હોટલમાં કારીગર તરીકે કામે જવા માંગતા ન હોય જેનો ખાર રાખી ગુલાબનગર આરઝુ હોટલની સામે આરોપી આશીફભાઈ ફરીયાદી અહદભાઈની હોટલે જઈ ત્‍યાં હાજર સાહેદ સાજન ફરીયાદી અહદભાઈના ભાઈ હનીફને તને બવ હવા છે તેમ કહી ભુંડીગાળો આપી ઝપા ઝપી કરી થપડ મારી ઝઘડો કરવા લાગતા ફરીયાદી અહદભાઈ વચ્‍ચે પડતા આરોપીઓ સાહીલ આશીફનો માસીનો દિકરો, રોનક, એક અજાણ્‍યો ઈસમ આવી જઈ પૈકી આરોપી સાહીલ એ ધોકા વડે તથા આરોપી રોનક ચા બનાવાના ચમચા વડે તથા આરોપી અજાણ્‍યા ઈસમે ઢીકાપાટુનો મારમારી સાહેદને મુઢ ઈજા કરેલ તેમજ આરોપી સાહીલ એ ફરીયાદી અહદભાઈને માથાના ભાગે ધોકા વડે તેમજ સોડા બોટલ વડે મારમારી ચાર કે પાંચ ટાકાની ઈજા કરી તેમજ જમણા હાથમા ધોકા વડે માર મારી ફેકચરની ઈજા કરી તેમજ જમણા પગમા તથા શરીરે ધોકા વડે મારમારી મુંઢ ઈજા કરી તથા આરોપી રોનક તથા એક અજાણ્‍યા ઈસમે ફરીયાદી અહદભાઈને શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા કરી તેમજ તમામ આરોપીઓએ ફરીયાદી અહદભાઈની ચાની હોટલના ડીસ્‍પ્‍લેનો તેમજ થળાના કાચમાં તોડફોડ કરી નુકશાન કરી તમામ આરોપીઓ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયરબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(2:33 pm IST)