Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જૂનાગઢ શહેર-જિલ્લામાં દારૃ અંગે ૪૧ દરોડા ૧૭ શખ્સો નશાની હાલતમાં પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: જુનાગઢ શહેર-જિલ્લામાં પોલીસે દારૃ અંગે ૪૧ દરોડા પાડવા ઉપરાંત ૧૭ શખ્સોને નશાની હાલતમાં પકડી પાડયા હતા.

દારૃ સહિતની અસામાજિક પ્રવૃતિને ઠારી દેવા આઇ.જી. મયંકસિંહ ચાવડા અને એસપી. રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચના જારી કરતાં પોલીસે સપાટો બોલાવ્યો હતો.

જેમાં જુનાગઢ એ ડીવીઝન પોલીસે ત્રણ, બી ડીવીઝન પોલીસે પણ ત્રણ, સી ડીવીઝને બે જુનાગઢ તાલુકા પોલીસે ૪ દરોડા પાડી દારૃ વગેરે કબજે કરેલ.

જયારે બીલખા પોલીસે ત્રણ, કેશોદ પોલીસે ૬, વંથલી પાંચ, માણાવદર તેમજ માંગરોળ અને માંગરોળ મરીન પોલીસે બે-બે દરોડા ઉપરાંત માળીયા, ચોરવાડ, બાંટવા, ભેસાણ તથા મેંદરડા પોલીસે એક-એક દરોડો પાડીને દારૃનાં ધંધાર્થી સામે કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત જુનાગઢ એ ડઠીવીઝન પોલીસે ત્રણ, સી ડીવીઝન પોલીસે બે, કેશોદ પોલીસે ૪ તથા બીલખા પોલીસે બે નશાખોરોને પકડી પાડયા હતા.

જયારે ભેસાણ, મેંદરડા, વંથલી, બાંટવા, માંગરોળ અને માળીયા પોલીસે એક-એક શખ્સની રાજાપાઠમાં ધરપકડ કરી હતી.

(2:30 pm IST)