Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પોરબંદરમાં યોજાયેલી હાફ મેરોથોનમાં શાળા કોલેજના મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભાગ લેનારાઓ તમામને કલિંગા ઇન્‍સ્‍ટીટયુટ અને જેસીઝ દ્વારા ટી-શર્ટ અપાયા

પોરબંદર તા. ૩૦ : કલિંગા ઇન્‍ટિટયુટ ઓફ ટેનોલોજી ઓરિસ્‍સાની અને જેસીઆઇ સંયુકત ઉપક્રમે હાફ મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કલિંગા ઇન્‍ટસ્‍ટિટયુટ ઓફ ટેકનોલોજી (કેઆઇઆઇટી) સંસ્‍થા દ્વારા દર વર્ષે જાન્‍યુઆરી મહિનાના છેલ્લા રવિવારે મીની મેરેથોનનું આયોજન કરે છે. આ મીટી મેરેથોન શિક્ષણ અને આરયોગ્‍યનો સંદેશો ફેલાવવા માટે કરવામાં આવે છે.ઓડિશાના તમામ જિલ્લાઓ, દિલ્‍હી, મુંબઇ, કોલકતા, ચેન્નાઇ, બેંગલુરૂ, હૈદ્રાબાદ સહિત ભારતના તમામ મેટ્રો શહેરો અને સમગ્ર વિશ્વના રપ થી વધુ દેશોમાં એકી સાથે મીની મેરોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેના ભાગરૂપે પોરબંદર ખાતે જેસીઆઇ પોરબંદર દ્વારા મીની મેરેથોનનું ચોપાટી ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું આ મીની મેરેથોનમાં એકસ્‍ટ્રીમ જિમ સેન્‍ટર, ભાવસિંહજી હાઇસ્‍કુલ અને જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

ચોપાટી ગ્રાઉન્‍ડ પોરબંદર ખાતેથી જેસીઆઇના પ્રમુખ સાહીલ કોટેચા, ટાફીક પીએસઆઇ કે.બી.ચૌહાણ અને એકિટ્રમ જિમ સેન્‍ટરના કેતન કોટિયાના હસ્‍તે લીલી ઝંડી બતાવી આ મીની મેરેથોનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું આ મીની મેરેથોન શહેરના મુખ્‍ય માર્ગો ઉપરથી પસાર થઇ શિક્ષણ અને આરોગ્‍ય જાગૃતિનો સંદેશો આપ્‍યો હતો. પોરબંદરમાં આ ઇવેન્‍ટના આયોજન બદલ કલિંગા ઇન્‍ટસ્‍ટિટયુટ ઓફ ટેકનોલોજીનો જેસીઆઇ દ્વારા આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો. મેરેથોનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે સંસ્‍થાના દ્વારા ટીશર્ટ અને નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

આ મીની મેરેથોનને સફળ બનાવવા જેસીઆઇ પોરબંદરના પ્રમુખ સાહિલ કોટેચા, પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચા, હાર્દિક મોનાણી, રોનક દાસાણી, કેતન પટેલ, ભાવેશ તન્ના, રાધેશ દાસાણી, સમીર  ધોયડા, કેતન કંટારીયા સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

(1:16 pm IST)