Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વેરાવળમાં ટ્રાવેલ્‍સ સંચાલકનો આપઘાત

ચોપાટીમાંથી મૃતદેહ મળ્‍યોઃ નાણાકીય લેવડદેવડના કાગળો મળી આવતા પોલીસે અનેકને પુછપરછ માટે બોલાવ્‍યાઃ આર્થિક સંકડામણનું પ્રાથમીક કારણઃ શહેરભરમાં મોટા પાયે વ્‍યાજના ચક્રોમાં અનેક વેપારીઓ, યુવાનો ફસાતા ભારે મુશ્‍કેલી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩૦: વેરાવળમાં ટ્રાવેલ્‍સ સંચાલક તેમજ નિવૃત પોલીસ જમાદારના પુત્ર નો ઝેરી દવા પીધેલા મૃતદેહ દરીયા કાંઠે ચોપાટી ઉપર મળી આવેલ હતોતેમની પાસેથી નાણાકીય લેવડ દેવડ ના કાગળોમાં અનેક નામો હોય જેથી પોલીસે તે તમામ ને પુછપરછ માટે બોલાવેલ છે શહેરભરમાં મોટાપાયે વ્‍યાજના ચક્રોમાં અનેક વેપારીઓ,યુવાનો ફસાતા ભારે મુશ્‍કેલી સર્જાય છે પોલીસ ગંભીરતાથી આ દિશા માં તપાસ કરી રહેલ છે.

ગીતાનગર વિસ્‍તારમાં રહેતા દીલીપ ભુરાભાઈ ડાંગર ઉ.આ.૩પ એ વેરાવળ થી જુનાગઢ ટ્રાવેલ્‍સ બસનું સંચાલન કરતા હતા પોતાના માલીકીની બસ છે તેમના પિતા પોલીસમાં હતા તે મૃત્‍યુ પામેલ છે બપોરે ૪.૩૦ વાગ્‍યાના અરસામાં દરીયાકિનારે ચોપાટી પાસે મૃતદેહ પડેલ હોય જેથી પોલીસ તાત્‍કાલીક દોડી ગયેલ હતી અને તેમને હોસ્‍પીટલે ખસેડેલ તપાસ કરતા તેમના ખીસ્‍સમાંથી કાગળો મળી આવેલ હોય તેમાં નાણાકીય લેવડદેવડના નામો સાથે યાદી હોય જેથી પોલીસે ગંભીરતા સમજી તમામને પોલીસ સ્‍ટેશને બોલાવી પુછપરછ હાથ ધરેલ છે પોલીસે મોબાઈલ, હીસાબની બુક સહીત કબજે લઈ પરીવારોની પુછપરછ હાથ ધરાયેલ છે.

કાગળો મળી આવતા લાયસન્‍સ વગર ધીરધાર કરનારાઓને અનેકના નિવેદનો લેવાયા હતા જે રકમો લેવાની હતી તેમજ દેવાની હતી તેની નોંધ હોય તેવું જાણવા મળેલ છે તમામ ને નિવેદન બાદ જવા દેવામાં આવેલ છે જે મકાનમાં રહેતા હતા તે દસ્‍તાવેજ બીજાના નામે હોય જેની પણ પોલીસે તપાસ શરૂ કરેલ છે નજીકના વુર્તળોએ જણાવેલ હતું કે મોટાપાયે આર્થિક લેવડ દેવડ કરાતા હોય તેમાં કયાંક મુશ્‍કેલીમાં આવી ગયેલ હોય તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ  પી.આઈ ઈશરાણી એ જણાવેલ હતું કે મૃતદેહ મળતા ગંભીરતાથી તપાસ ચાલુ કરેલ છે નાણાકીય લેવડ દેવડ હીસાબ ના કાગળો કબજે કરેલ છે.

વેરાવળ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વ્‍યાજખોરો બે ફામ બનેલ છે જેથી અનેક કેટલાક પરીવારો માટે જીવવું મુશ્‍કેલ બનેલ છે લોકદરબારમાં અનેક ફરીયદો કરાયેલ છે તાજેતરમાં ચેક રીર્ટનના કેસોમાં પણ અચાનક વધારો થયેલ છે જેની પાસે બે ટાઈમ જમવાનું પણ નથી તેની સામે લાખો રૂપીયાના કેસો થઈ રહેલ છે તેમજ જેની પાસે નાણા આપવાના કોઈ લાયસન્‍સ નથી તે ખુલ્લેઆમ ચેકો અથવા કોઈપણ સીકયુરીટી દસ્‍તાવેજો બનાવી ને નાણા આપી રહેલ છે જેની સામે જો ગુનો નોધવામાં આવે તો વ્‍યાજખોરી નું દુષણ બહાર આવે જેથી આઈ.જી,એસ.પી દ્રારા તમામ અરજીઓને ગંભીરતાથી લઈ અને વ્‍યાજે આપનાર સામે કડક પગલા લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.

(12:43 pm IST)