Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શેડુભારમાં જૂગાર રમતા ૪ ઝડપાયા

અમરેલી : તાલુકાના શેડુભાર ગામે પ્‍લોટ વિસ્‍તારમાંથી પૈસા પાનાથી હારજીતનો જૂગાર રમતા (૧) ચતુરભાઇ દિનેશભાઇ સોલંકી ઉ.૩૦, રહે. મુળ, પાડરશીંગા, તા. લાઠી, હાલ મફત પ્‍લોટ, (ર) કિશોર બાબુભાઇ ગોરાસવા ઉ.૪૮ રહે. મફત પ્‍લોટ, (૩) રણજીત કીશોરભાઇ ગોરાસવા ઉ.૧૯ રહે. મફત પ્‍લોટ, (૩) વિશાલ ગેલાભાઇ જાદવ ઉ.ર૧ રહે. મફત પ્‍લોટ, ને રોકડા રૂા. ૧૧,૩૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર કિ. રૂા. મળી કુલ કિ. ૧૧,૩૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ ના માર્ગદર્શન, હેઠળ અમરેલી એલ. સી. બી. પોલીસ ઇન્‍સ. એ. એમ. પટેલ તથા પો. સ. ઇ. વી. વી. ગોહીલ તથા પો. સ. ઇ. એમ. ડી. સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કો. અજયભાઇ સોલંકી, તથા પો. કો. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, મહેશભાઇ મુંધવા દ્વારા કરવામાં આવેલ છે.

(12:19 pm IST)