Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મેટોડાની શાળા નં. ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ

 રાજકોટઃ મેટોડાની શાળા નં. ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૃપે આગલા દિવસે થનગનાટ-૨૦૨૩  ભાતીગળ સંસ્કૃતિ , રાષ્ટ્રભકિત , અને અર્વાચિન સોશ્યલ મીડીયાના સમન્વય થી ભરપુર રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદારશ્રી ચુડાસમા, ટી.પી.ઈ.ઓ દિપ્તીબેન આદ્રોજા , બીઆરસી પુજાબેન પૈજા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પથુભાઇ ડોડીયા અને મહામંત્રી પુનીતભાઇ સવસાણી ઉપસ્થીત રહ્યા હતા. શાળા ના ધો. ૧ થી ૮ના ૧૨૫ બાળકોએ ૧૨ જેટલી નૃત્ય અને નાટક-નાટીકા ધરાવતી કૃતીઓ રજુ કરી હતી. ગામ લોકોએ તેમજ આમંત્રીત શિક્ષકોએ કાર્યક્રમ નિહળ્યો હતો. શાળાના આચાર્ય શ્રી અમિનાબેન સમા અને શાળાના સ્ટાફે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(12:18 pm IST)