Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વિસાવદર તાલુકામાં લાયન્‍સ કલબ દ્વારા કાર્યક્રમો યોજાયા

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ : વિસાવદર તાલુકાની રાવણી (કુબા)  પ્રાથમિક શાળા ખાતે શાળાનો વાર્ષિક મહોત્‍સવ યોજાયો હતો.શાળા ઈનર્ટનશિપ અંતર્ગત લોકભારતી અધ્‍યાપન મંદિર સણોસરાના પ્રથમ-દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોના માર્ગદર્શન દ્વારા તૈયાર કરાવેલ દેશભક્‍તિ ગીતો,ડ્રામા, વેશભૂષા, પ્રાદેશિક નળત્‍ય, એકપાત્રીય અભિનય,લોકગીતો,આધુનિક લગ્ન વિધિ ડ્રામા,રાસ ગરબા સહિતની  કલાકળતિઓ શાળાના વિદ્યાર્થીઓએ રજુ કરેલ તેમજ તાલીમાર્થી બહેનો દ્વારા પપેટ શો રજુ કરેલ તાલીમાર્થી બહેનોને વિસાવદર લાયન્‍સ કલબના પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા, સેક્રેટરી રમણીકભાઈ ગોહેલે સન્‍માનપત્ર એનાયત કરાયા હતા.સંજયભાઈ ધ્રાંગિયા તરફથી અલ્‍પાહારની વ્‍યવસ્‍થા કરાઈ હતી.

તા.પં. સદસ્‍યા લીલાબેન હસમુખભાઈ રાબડીયા, સરપંચ હસમુખભાઈ રાબડીયા,ઉપસરપંચ બાબુભાઈ કોરાટ, ઉદ્યોગપતિ અમિતભાઈ લાખાણી, એસએમસી અધ્‍યક્ષ અશ્વિનભાઈ રંગાણી, ગ્રા.પં.સદસ્‍યો, ગ્રામ્‍ય આગેવાનો-ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.દાતાઓએ કાર્યક્રમ અંતર્ગત આર્થિક સહયોગ કરી વિદ્યાર્થીઓને  પ્રોત્‍સાહિત કર્યા હતા.આચાર્ય પ્રદિપભાઈ વેકરીયા-સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.સંચાલન ઉમેશભાઈ રીબડીયા તથા તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્‍યુ હતુ.

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા તાલુકાની પે-સેન્‍ટર કન્‍યાશાળા વિસાવદર, પે સેન્‍ટર કુમાર શાળા વિસાવદર, ખોડીયારપરા વિસાવદર, ગાયત્રી પ્‍લોટ વિસાવદર, ગંજીવાડા વિસાવદર, દાધિયાપરા, રામપરા ( ગીર), સરસઈ પ્‍લોટ, મોણીયા ( પ્‍લોટ), કુબા ( રાવણી), ઢેબર, નાની પીડાખાઈ, રાવણી ( કુબા), સુખપર, લેરીયા, ગોવિંદપરા, માણંદીયા, ખાંભડા ( નેસ) સહિતની સરકારી  પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ત્રિરંગા ધ્‍વજનૂ  વિતરણ કરવામાં આવ્‍યુ હતુ.

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા શહેરની પે સેન્‍ટર કન્‍યાશાળા ખાતે વકતળત્‍વ સ્‍પર્ધા યોજાઈ હતી.જેમાં સ્‍પર્ધામાં પ્રથમ દ્વિતીય તેમજ તળતિય સ્‍થાન મેળવનાર વિજેતા વિદ્યાર્થીનીઓને લાયન્‍સ કલબ દ્વારા પ્રમાણપત્ર, લાયન્‍સ બેગ તેમજ પાઉચ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.આ પ્રસંગે શાળાનાં આચાર્યા, સીઆરસી કો-ઓર્ડિનેટર,શાળા પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.

વિસાવદર  લાયન્‍સ કલબ દ્વારા રાવણી(કુબા) પ્રાથમિક શાળા ખાતે રાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તળતિય સ્‍થાન મેળવનાર સ્‍પર્ધકો ને પ્રમાણપત્ર, લાયન્‍સ બેગ તેમજ પાઉચ સહિત અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.આચાર્ય  પ્રદિપભાઈ વેકરીયા, કિરણબેન બાલધા, હેતલબેન ડાભી વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

વિસાવદર લાયન્‍સ કલબના પ્રમુખ ખુહા, મંત્રી ગોહેલના નેતળત્‍વ તળે ઉપરોકત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ.

(12:16 pm IST)