Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામજોધપુરમાં પૂ. ભગવતચરણદાસજી સ્વામી સ્મૃતિ મહોત્સવનો પ્રારંભ

જય સ્વામિનારાયણના નાદ ગુંજયા : પૂ. નિત્યસ્વરૃપદાસજી સ્વામીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ : સંતો-હરિભકતોની ઉપસ્થિતિ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૩૦ : જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિરના સ્થાપક અક્ષરઙ્ગ ધામસ્થઙ્ગ પૂ.પૂ.સદગુરૃ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણ દાસજીની દિવ્ય સ્મૃતિમાંઙ્ગ ગુરૃવંદના મહોત્સવનો પ્રારંભ થયો છે.

પૂ.હરિચરણ દાસજી સ્વામીની અધ્યક્ષતામાં શાસ્ત્રી સ્વામી પૂ.રાધારમણ સ્વામી અને કોઠારી સ્વામી પૂ.જગતપ્રસાદ દાસજી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસંગેઙ્ગ પ્રથમ દિવસે બપોરે ૨.૩૦ કલાકે જલારામ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

જેમાં ધામેધામથી સંતો મહતો પધાર્યા હતા સાથે સાંખ્ય યોગીઙ્ગ બહેનો જામજોધપુર શહેરના બહોળી સંખ્યામાં ભાવિક ભકતજનો શોભયાત્રામાં જોડાયા હતા,જય સ્વામિનારાયણ નારાયણના નાદથી જામજોધપુર ભકિતમય રંગમાં રંગાયું હતું. ત્યારબાદઙ્ગ શ્રીમદ ભાગવત કથાનો પૂ.નિત્યસ્વરૃપ દાસજી સ્વામીના વ્યાસાસને દીપ પ્રાગટય અને મહાઆરતી કરી કથાનો પ્રારંભ કરાયો હતો. આ મહાઆરતીમાં સંતો અને જામજોધપુર શહેરના આગેવાનો જોડાયા હતા.ઙ્ગ

કોરોનામાં મૃત્યુ પામનાર સ્વજનોના માટે નિઃશુલ્ક સહિતા વાંચનનું પણ આયોજન કરાયું છે અને બ્રહ્મચોરાસી તેમજ જામજોધપુર શહેરના તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થાઙ્ગ કરવામાં આવી છે તેમજ રાત્રે પૂ.નિત્યસ્વરૃપ દાસજી સ્વામીના વ્યાસાસનેઙ્ગ ઘરસભા યોજાઈ હતી.  જેમાં કડકડતી ઠંડીમાં ભાવિક ભકતજનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતીઙ્ગ તથા લક્ષ્ય ટીવી અને યુ ટ્યુબ ચેનલના માધ્યમથી હજારો શ્રોતાઓએ કથાને નિહાળી હતી

(12:12 pm IST)