Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગોંડલના સેવાભાવી આગેવાન અને તબીબે મળીને માનવતા મહેકાવી

ભંગાર વીણી પેટીયું રળતા પરિવારની પાંચ વર્ષની બાળાને કોણીમાં ગંભીર રીતે ફ્રેકચર થયું હતું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. 30: શહેરની ઝુપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ સોરાલા રોડ પર પડેલા પ્‍લાસ્‍ટિક અને ભંગાર વીણી ઘર ગુજરાત ચલાવે છે તેમાં તેની પાંચ વર્ષની બાળકી બંસી પડી જતા કોણીમાં ગંભીર રીતે ફ્રેક્‍ચર થયું હતું બાળકી દિવસ રાત દુખાવાથી કણસતી હોય જે વાતની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટના પ્રમુખ દિનેશભાઈ માધડ ને થતા તેઓ દ્વારા આ બાળકીને તબીબી સારવાર મળી રહે તે માટેનું બીડું ઝડપવામાં આવ્‍યું હતું અને તેઓએ તાકીદે ડોક્‍ટર વાડોદરિયા ઓર્થોપેડિક હોસ્‍પિટલના તબિયત દીપક વાડોદરિયાને સઘળી હકીકતની જાણ કરતા તેઓએ ક્ષણભરનો વિલંબ કર્યા વગર બંસીને હોસ્‍પિટલે તેડાવી લીધી હતી અને ઇમર્જન્‍સીમાં બંસીનું ઓપરેશન કરી આપી હતું.

આ તકે તબીબ દીપક વાડોદરિયાએ જણાવ્‍યું હતું કે બંસીના ડાબા હાથની કોણીમાં ગંભીર રીતે ફ્રેક્‍ચર થયું હતું જો તેને તાત્‍કાલિક ઓપરેશન કરવામાં ન આવે તો તેને ગેંગ્રિંગ શરૂ થઈ જવાની શક્‍યતા હતી પરિણામે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર દર્દીના પરિવાર પાસેથી એક પણ રૂપિયાની આશા વગર ઓપરેશન કરી આપ્‍યું હતું .બંસી ના ઓપરેશન તથા સારવાર નો ખર્ચ હોસ્‍પિટલે ઉપાડ્‍યો હતો.

(12:43 pm IST)