Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કચ્‍છમાં ૪.૨ અને ૩.૨ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા

રાજકોટ : કચ્‍છમાં આજે સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. જેમાં પ્રથમ આંચકો વહેલી સવારે ૫.૧૮ વાગ્‍યે કચ્‍છના ખાવડા થી ૨૩ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ નોંધાયો હતો. જેની તીવ્રતા ૩.૨ ની હતી.જયારે બીજો આંચકો આજે સવારે ૬.૩૮ વાગ્‍યે દૂધઈથી ૧૨ કિલોમીટર દૂર નોંધાયો હતો. જેની તીવ્રતા ૪.૨ની હતી. છેલ્લા ઘણા સમયથી કચ્‍છમાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જો કે તેની તીવ્રતા ઓછી હોય છે.

(12:34 pm IST)