Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન.

માતા અથવા પિતા ગુમાવેલ દીકરીને પ્રથમ પસંદગી.

મોરબી જીલ્લામાં આસ્થાના પ્રતિક સમાન રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે છઠ્ઠા સમૂહલગ્નોત્સવનું આયોજન તા. ૨૪-૦૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું છે

જે સમૂહ લાગ્નોત્સવમાં મા અથવા પિતા ગુમાવનાર દીકરીને પ્રથમ પસંદગી આપવામાં આવશે આ સમૂહલગ્નમાં જોડાવવા ઇરછતા વરકન્યાના વાલીઓએ તા ૩૦-૦૧-૨૩ સુધીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે નામ નોંધણી કરાવવા જણાવ્યું છે સમૂહલગ્નનો તમામ ખર્ચ મંદિર દ્વારા મંદિરની આવક માંથી કરાય છે. સમૂહલગ્નમાં દાન આપવા ઈચ્છુક દાતાઓએ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી આયોજકો ઘનુભા જાડેજા ૯૭૨૬૨ ૨૮૨૦૨, વિનુભાઈ ડાંગર ૯૮૨૫૯ ૧૩૬૧૫, શૈલેષભાઇ જાની ૯૫૭૪૫ ૩૬૫૦૫, રમેશભાઈ પટેલ ૮૩૨૦૨ ૬૧૭૬૬ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

(12:39 pm IST)