Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ભાવનગરમાં દિવસ ભર ધાબડીયુ વાતાવરણ: સાંજે કમોસમી વરસાદના છાંટા પડ્યા

 ( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે દિવસ પર વાદળીયું વાતાવરણ રહ્યા બાદ સાંજે 5 વાગ્યે વરસાદના છાંટા પડ્યા હતા.

ગોહિલવાડ પંથકમાં આજે સવારથી ધાબડિયું વાતાવરણ રહ્યું હતું.

ભાવનગર શહેરમાં આજે સાંજે પાંચ વાગ્યે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ ઊભા થતા ખેડૂતોમાં ચિંતા ની લાગણી ફેલાય છે.

આજે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી રહેવા પામ્યું હતું .જ્યારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 93% અને પવનની ઝડપ 16 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(9:59 am IST)