Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

પાંચ માસથી રખડતુ ભટકતુ જીવન જીવતા પરપ્રાંતીય પુરૂષને પરીવાર સાથે મીલાપ કરાવતી કેશોદ પોલીસ

જુનાગઢ, તા.૩૦: ગઇ તા.૧૮/૧/૨૦૨૧ના રોજ કેશોદ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેક્‍ટર એન.બી.ચૌહાણ તથા પો.હેડકોન્‍સ શબ્‍બીરભાઇ ઉમરભાઇ દલ તથા પો.કોન્‍સ યશવંતસિહ જેસીંગભાઇ યાદવ તથા પો.કોન્‍સ દીલીપભાઇ મેરૂભાઇ પરમાર વીલેજ એ બીટ વિસ્‍તારમાં પેટ્રોલીંગમા ંર્લ્‍શ્રી ત્‍યારે કોયલાણા ગામના સરપંચ પ્રવિણસિહ રાયજાદાએ જાણ કરેલ કે કોયલાણા ચોકડી ઉપર એક

માણસ બેસેલ છે અને તે દક્ષીણ ભારતીય ભાષા બોલે છે.અને તે હીન્‍દી કે અન્‍ય કોઇપણ પ્રકારની ભાષા સમજતો નથી તેવુ જણાવતા તેને કેશોદ પોલીસ સ્‍ટેશને લાવી વધુ પુછપરછ કરતા પોતે તેલુગુ ભાષા બોલતો હોવાનુ જણાવેલ જેથી કેશોદ પોલીસ દ્વારા તેલુગુ ભાષા ના જાણકાર દુભાષીયા ને બોલાવી તેના મારફત પુછપરછ કરતા જણાવેલ કે પોતાનુ ંનામ કર્રી રમન્ના મુર્તી છે.અને તે આંધ્રપ્રદેશનો વતની છે.બાદ તેની પાસેથી તેના પરીવારના સભ્‍યોના મોબાઇલ નંબરો મેળવી દુભાષીયા મારફત સંપર્ક સાધતા જાણવા મળેલ કે આ માણસ આંધ્રપ્રદેશ રાજયના શ્રીકાકુલ્લમ જીલ્લાના રેડ્ડીપેટા ગામનો વતની છે. અને આજથી પાંચેક મહીના પહેલા પોતાની માનસીક સ્‍થીતી સારી ન હોય અને ખુબજ ડીપ્રેશનમાં હોય જેથી ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ હતો અને ટ્રેન મારફત કેશોદ સુધી આવી ગયેલ. ત્‍યાર બાદ આ વ્‍યક્‍તીને કેશોદ પોલીસ દ્વારા ૫ દીવસ સુધી પોલીસ સ્‍ટેશનમાં રાખેલ તેમજ તેને ખાવા પીવાની તથા રહેવાની વ્‍યવસ્‍થા કરી આપેલ અને પ દીવસ બાદ તેના પરીવારના સભ્‍યો આવી જતા તેઓને સોંપી આપેલ.

આ વ્‍યક્‍તી છેલ્લા પાંચેક માસથી ગુજરાત રાજયના અલગ અલગ સ્‍થળે રખડતો-ભટકતો હોય ગુજરાતી તથા હીન્‍દી ભાષાની અજ્ઞાનતા કારણે કોઇ ને પોતાની પરીસ્‍થીતી સમજાવી શકતો ન હતો અને શારીરીક તથા માનસીક રીતે પીડાતો હતો આ વ્‍યક્‍તીને કેશોદ પોલીસ દ્વારા તેના પરીવારની સાથે મીલન કરાવતા પાંચેક માસ બાદ પોતાના પરીજનોને જોઇને લાગણીશીલ થઇ ગયેલ અને કેશોદ પોલીસ પ્રત્‍યે ખુબ આભાર વ્‍યક્‍ત કરેલ આમ કેશોદ પોલીસ દ્વારા ઘરેથી ગુમ થયેલ વ્‍યક્‍તિને તેના પરીવારની સાથે મીલાપ કરાવી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.

(1:00 pm IST)