Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અમરેલી જીલ્લામાં ૧૪૭ શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૦ : અમરેલી જીલ્લામાં ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ  દરમિયાન ૧૪૭ લોકોને નશો કરેલ હાલતમાં પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી નશો ઉતારીયો હતો. જયારે જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્તરાયની સુચના મુજબ અમરેલી જીલ્લામાં પ્રોહીની બદીને નેસ્તનાબુદ કરવા અપાયેલ સુચના મુજબ જીલ્લામાં જુદા જુદા ર૭ સ્થળોએ પોલીસ દેશી દારૂના દરોડાઓ પાડીને કુલ ૬૩ લી. દેશી દારૂ રૂ.૧૪૧૧ના મુદામાલ સાથે મહિલાઓ સહિત ર૦ શખ્સોને ઝડપી પાડયા હતા.અમરેલી બહારપરા ખાટકીવાડ પાસે અચલારામ અનુપારામ પઢીયાર રેહ. ઇશ્વરીયાવાળાને પ લી. દેશી દારૂ રૂ.૧૦૦, ખાંભાના ધુંધવાણામાં વિજય જીવરાજ ચાવડાને ૪ લી દેશી દારૂ રૂ.૯૦, બગસરાના સમઢીયાળામાં જયસુખ વલ્લભ ચારોલીાયને દેશી દારૂ પ લી. રૂ.૧ર૦, મરીન પીપાવાવના ભેરાઇમાં બલનશા સુંદરશાના ઘરેથી દેશી દારૂ ૧૦ લી. રૂ.રરપ તેમજ લાઠીના ટોડામાં અજુબેન રસુલભાઇ વાઘેલાને દેશી દારૂ ૩ લી. રૂ.૭૮ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.

આપઘાત

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતી આરતીબેન ગોબરભાઇ વાળા ઉ.વ.ર૬ને પોતાની બહેને ઘરે પાણી આવતા કપડા ધોઇને ઝડપથી કામ કરવાનું જણાવેલ હતુ. જેથી પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતાં મોત નીપજયાનું પિતા ગોબરભાઇ વાળાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માર માર્યો

રાજુલા તાલુકાના હિંડોરણા ગામની સીમમાં રામજીભાઇ વાલાભાઇ ધાપા ઉ.વ.ર૭ની વાડીમાં બાજુમાં આવેલ વાડી વાળા સમીર દોસુ ઝાખરા પોતાના માલ ઢોર લઇને કપાસમાં ચરાવવા માટે આવતા તેમને ના પાડેલ. જે મનદુઃખ રાખી પાણી મળતા હતા. ત્યાં આવીને ગાળો બોલી પાઇપ વડે માર મારી પગમાં ફેકચર કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:59 pm IST)