Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

કેશોદના કાલવાણી ગામે જુગાર રમતા ૧૦ ઝડપાયા

જુનાગઢ : કેશોદ ગામે રહેતો જાદવભાઇ મનજીભાઇ મારૂ સગર પોતાની કબજા ભોગવટાની કાલવાણી ગામની કાળી સીમ વિસ્‍તારમાં આવેલ વાડીએ જુગારનો અખાડો ચલાવે છે. રેઇડ કરતા જુગાર રમતાસ્ત્રી-પુરૂષો સહિત કુલ ૧૦ ઇસમોને પકડી રોકડા રૂા.ર૭,ર૩૦ તથા નાલના રૂા.૧૩૦૦ તથા મો.ફોન ૬ કિ. રૂા.રપપ૦૦ તથા પો.સા.ર કિ. ૪૦,૦૦૦ મળી કુલ રૂા.૯૪,૦૩૦ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ ૪,પ મુજબનો ગુન્‍હો કેશોદ પોલીસ સ્‍ટેશન ખાતે (૧) જાદવજીભાઇ મનજીભાઇ મારૂ  સગર ઉ.વ.૪૮ રહે. કેશોદય રાધા રમણ સસાયટી (ર) અશ્વિનભાઇ લખમણભાઇ મકકા મૈયા દરબાર ઉ..વ.૩૦ રહે. કરેણી, (૩) ચંદ્રકાંતભાઇ શામજીભાઇ હદવાણી પટેલ ઉ.વ.૭ર રહે. તીર્થ એપાર્ટમેન્‍ટ, કેશોદ (૪) જીતુભાઇ ટપુભાઇ મુછાળ રબારી ઉ.વ.ર૦ તલોદરા સીમ વિસ્‍તાર, માંગરોળ (પ) નરેશ અરજણભાઇ સોંદરવા અનુજાતી ઉ.વ.ર૯ રહે. સીમરોલી (૬) ભરત નારણભાઇ નાનેરા સગર ઉ.વ.૩૦ રહે. કાલવાણી, સ્‍વાધ્‍યાય કેન્‍દ્ર પાસે (૭) વનીતાબેન વા.ઓ. લલીતભાઇ જેઠાભાઇ ગોહેલ અનુજાતી ઉ.વ.૩પ રહે. કેશોદ, સુતારવાવ ચોક, (૮) નયનાબેન ગીગાભાઇ કુવાડીયા આહીર ઉ.વ.૪પ રહે. કેશોદ, મેઘના સોસાયટી (૯) રૂપીબેન લખુભાઇ દાસામેર ઉ.વ.પ૦ રહે. કેશોદ, લીમડા ચોક (૧૦) મંજુબેન જાદવભાઇ મારૂ સગર ઉ.વ.૪ર રહે. કેશોદ, રાધા રમણ સોસાયટી સામે ગુન્‍હો દાખલ કરાયો છે.

 ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચા. પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો. હેડ કોન્‍સ. એસ.એ.બેલીમ તથા પો. કોન્‍સ. દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનાર, ભરતભાઇ ઓડેદરા તથા મહિલા એલઆઇડી વીણાબેન હરેશભાઇ નાગાણી વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(12:58 pm IST)