Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

જુનાગઢના ગોધમપુરમાં કાલે લેઉવા પટેલ સમાજની અદ્યતન વાડીનું ભૂમિપૂજન

જયેશ રાદડિયા, રમેશ ધડુક, પરેશ ગજેરા, દિનેશ કુંભાણી ડો. નિતીન પેથાણી સહિતના ઉપસ્થિત રહેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : લેઉવા પટેલ સમાજના સમુહલગ્ન માટે જાણીતા મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ નજીક આવેલ ગોધમપુર ખાતે સમસ્ત ગ્રામજનો અને દાતાઓના સહયોગથી આશરે રૂ.પ૦ લાખના ખર્ચે બે હજાર વારથી વધુ જગ્યામાં લેઉવા પટેલ સમાજની અદ્યતન સમાજ વાડીના નિર્માણનું આયોજન કરાયું છે.

ભુમિપુજન કાલે કરાશે આપતા સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઇ વઘાસિયાએ જણાવ્યું છે કે, બપોરે ર કલાકે કાઠીયાવાડી પરંપરા અનુસાર મહેમાનોના ભવ્ય સામૈયા કરવામાં આવશે ત્યારબાદ ૩ કલાકે ભૂમિ પુજન વિધિ અને ૩.૩૦ કલાકે કાર્યક્રમનું દિપપ્રાગટય કરવામાં આવશે સાંજે ૪ કલાકે દાતાઓનું સન્માન અને પ કલાકે મહેમાનો પ્રેરક માર્ગદર્શન આપશે. તથા સાંજે ૭ કલાકે ભોજન સમારંભ રાખવામાં આવેલ છે લેઉવા પટેલ સમાજના પીઢ અગ્રણી અને સાંસદ રમેશભાઇ ધડુકના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી અને લેઉવા પટેલ સમાજના યુવા નેતા જયેશભાઇ રાદડિયાના હસ્તેભૂમિ પુજન કરવામાં આવશે.

મુળ ગોધમપુરના વતની અને હાલ ભરૂચ સ્થિત કેમિકલ એન્જિનીયર બાવનજીભાઇ વેકરીયા સમાજ ભવનના મુખ્ય દાતા તરીકે હાજર રહેશે. અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઇ કુંભાણી અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિનભાઇ પેથાણીની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં પુર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે વિધાનસભા વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણી, ધારાસભ્ય જે. વી. કાકડીયા અને હર્ષદભાઇ રીબડીયા, ફાલ્કના ગ્રુપના ધીરૂભાઇ સુવાગીયા, ખોડલધામના ટ્રસ્ટી ડો. જી. કે. ગજેરા, બિલ્ડર હિતેશભાઇ ખુંટ, ગુજરાત બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, જેતપુરન ઉદ્યોગપતિ રાજુભાઇ હીરપરા, જુનાગઢના ઉદ્યોગપતિ જેન્તીભાઇ વઘાસીયા, રાજકોટના ઉદ્યોગપતિ ભોવાનભાઇ રંગાણી, ધોરજીના ચેતનભાઇ વઘાસીયા, કેળવણીકાર વિઠ્ઠલભાઇ ધડુક અને જે. કે. ઠેસીયા, સુર ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુભાઇ કથીરીયા, હરેશભાઇ ઠુંમર, જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન બી. વઘાસીયા વગેરે હાજર રહેશે.

સફળ બનાવવા લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનુભાઇ વઘાસીયા, ઉપપ્રમુખ કાળુભાઇ વેકરીયા, રવજીભાઇ વઘાસીયા, અલ્પેશભાઇ વઘાસીયા, હરેશભાઇ વઘાસીયા, ધનસુખભાઇ હીરપરા, ગીરીશભાઇ પાઘડાર, ભીમજીભાઇ રાણલીયા, ધીરૂભાઇ કથીરીયા, પરસોતમભાઇ પટોળીય, નરીશભાઇ વસોયા તેમજ ગોધમપુર ગામના યુવાનો, બહેનો, સમસ્ત ગ્રામજનો તેમજ દાત્રાણા અને રામપરાના ગામના સેવાભાવી ભાઇઓ - બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:55 pm IST)