Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સાળંગપુરશ્રી કષ્ટભંજન હનુમાનજીને લીલી -કાળી દ્રાક્ષનો શ્રૃંગાર

વાંકાનેરઃ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામમાં આજે દાદાના દરબારમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે લીલી અને કાળી દ્રાક્ષનો ભવ્ય શણગાર દર્શન , તેમજ અન્નકોટ દર્શન રાખવામાં આવેલ છે. સવારે સાડા પાંચ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની આરતી શ્રી પૂજારી સ્વામી શ્રી ડી , કે , સ્વામીજી એ ઉતારેલ હતી , તેમજ સવારના સાત કલાકે 'ભવ્ય શણગાર મહા આરતી' પરમ પૂજય શાસ્ત્રીજી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી મહારાજશ્રીએ ઉતારેલ હતી , તેમજ સવારના અગિયાર વાગ્યાથી એક વાગ્યાં સુધી દ્રાક્ષના ભવ્ય 'અન્નકોટ દર્શન' રાખવામાં આવેલ હતા, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા અદ્ભૂત ભવ્યતાથી ભવ્ય દ્રાક્ષના શણગાર કરવામાં આવેલ હતા. આજના વિશેષ શણગાર નિહાળી ભકતજનો ખુશ થયા હતા. આજે શનિવાર હોય સવારથી જ ભકતોનો પ્રવાહ જોવા મળી રહયો છે , તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિર, સાળંગપુરધામના દરેક મહોત્સવ ONLY ON >YOU TUBE SALAGPUR HANUMANAJI ઉપર યુ ટ્યુબના ભારતભરમાં , દેસ , વિદેશ માં લોકો દાદાના શણગાર દર્શન , મહાઆરતીના દર્શન કાયમ નિહાળી રહયા છે.(તસ્વીર,અહેવાલ : હિતેશ રાચ્છ. વાંકાનેર)

(11:33 am IST)