Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સતત છઠ્ઠી વખત બીનહરીફ થતું સર્વોતમ ડેરીનું નિયામક મંડળ

ભાવનગર, તા. ૩૦ : ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્ત્પાદક સંધ લિ. સર્વાત્તમ ડેરી ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના કરકસર વહીવટ ધ્વારા ભાવનગર જિલ્લામાં  શ્વેતકાંતિ થકી આર્થિકકાંતિ લાવનાર દૂધ ઉત્પાદકોની આશીર્વાદરૂપ બનેલી સર્વોત્તમ ડેરી આજે પોતાના દૂધ  ઉત્પાદકોના જીવનધોરણ ઉચુ લાવવામાં મહત્વનો ફાળો આપેલ છે. સૌથી ઓછા સમયગાળામાં સર્વોત્તમ  ડેરીએ વિકાસની હરણફાળ ભરેલ છે જેમાં સિહોર ખાતે ૫ લાખ લીટરનો ડેરી પ્લાન્ટ, સિહોર તાલુકાના સર  ખાતે ૩૦૦ મેટ્રીક ટનની અત્યાધુનિક ટેકનોલોજીથી ફુલ કોમ્યુટરાઇઝડ અને આધુનિક મશીનરીથી બનાવવામાં  આવેલ દાણ ફેકટરી, પાલીતાણા તાલુકાના ઠાડચ ખાતે ૩ લાખ લીટર કેપેસીટીનું ચિલિંગ સેન્ટર, સિહોર  તાલુકાના સર ખાતે ૩ લાખ લીટર કેપેસીટીનું ચિલિંગ સેન્ટર અને મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે એક લાખ કેપેસીટીનું ચિલિંગ સેન્ટર તૈયાર થયેલ છે. સંધ દ્રારા દૂધ  સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારથી આજદિન સુધી સર્વોત્તમ ડેરીએ એકપણ વારો આપેલ નથી.

  આ દૂધ ઉત્પાદક સંઘ શરૂ કરવા માટે નાણાંની જરૂરીયાત ઉભી થતા નાણાંની વ્યવસ્થા ન  હોવાના કારણે ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પનોતે પોતાની જમીન અને પ્લોટ બેંડના તારણમાં મૂડી આ સંસ્થાનો  પ્લાન્ટ બનાવવા માટે નાણાંની વ્યવસ્થા કરેલ હતી. સર્વોત્તમ ડેરીએ તેમની સાથે જોડાયેલ ૬૦,૦૦૦  પશુપાલકોના જીવનધોરણ ઉચુ લાવવામાં મહત્વનો ફાળો આપેલ છે.  (૯.ર) 

સંસ્થાની શરૂઆતથી આજદિન સુધી દુધ ઉત્પાદકોને દૂધના ખરીદભાવ ચુડવવામાં હંમેશા અગ્રેસર  રહી છે. સર્વોત્તમ ડેરીના ચેરમેનશ્રી સહિત નિયામકમંડળના તમામ સભ્યો પશુપાલક પરિવારના હોય દુધ  ઉત્પાદકોને લાભ થાય તેવા સતત નિર્ણયો લઇ દુધ ઉત્પાદકોના હિતાર્થે કરેલ કામગીરીથી જિલ્લાભરના દુધ  ઉત્પાદકોને મહેન્દ્રભાઇ પનોત તથા તેની ટીમ ઉપર ભરોસો અકબંધ રહેલ છે.

(11:29 am IST)