Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ગઢડાના ઈશ્વરીયા ગામની સીમમાં લીલા ગાંજાનું વાવેતર કરનાર આરોપીને 14.496 કિલો છોડ સાથે બોટાદ એસઓજી અને ગઢડા પોલીસે ઝડપી લીધો

ગઢડા તાલુકાના ઇશ્વરીયા ગામની સીમમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરનાર ઇસમને ૧૪ કિલો ૪૯૬ ગ્રામ લીલા ગાંજાના છોડના વાવેતર સાથેબોટાદ એસ.ઓ.જી. તથા ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી લેવાયો છે             

  અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા એન.ડીપી.એસ.ના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય જે સુચના અન્વયે અમલવારી કરવા અંગે હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક, બોટાદનાઓ દ્વારા જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને સુચના અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તથા રાજદીપસિંહ નકુમ, વિભાગીય પોલીસ અધિકારીનાઓના માર્ગદર્શન મુજબ કામગીરીના ભાગરૂપે એસ.ઓ.જી. પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી તથા એસ.ઓ.જી શાખાના હેડ.કોન્સ.ગોવિંદભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા પો.કોન્સ હિતેષભાઇ તખતસંગભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહ અભેસિંહ તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ ખાતે ફરજ બજાવતા હેડ.કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ તથા આ.પો.કોન્સ ભારદ્વાજભાઇ કાળિદાસભાઇ એ રીતેના તા.૨૮/૦૧/૨૦૨૧ના રોજ ગઢડા પો.સ્ટે. વિસ્તરમા પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહનાઓએ ખાનગી રાહે બાતમી મળેલ કે ગઢડા તાલુકાના ઇશ્વરીયા ગામની સીમમાં આડા મારગ તરીકે ઓળખાતી સીમમાં ખેતીની જમીન ધરાવતા નિર્મળસિંહ ઉર્ફે દાનુભા સન/ઓ મેઘુભા નાનુભા ગોહીલ (રહે.ઇશ્વરીયા ગામ તા.ગઢડા જી.બોટાદ) વાળાએ પોતાની વાડીમાં વાવેતરની સાથે ગે.કા માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે હકિકત મળતા ઉપરોકત સ્ટાફના માણસો તથા ગઢડા પો.સ્ટે.ના  પો.સબ.ઇન્સ બી.જી.વાળા તથા હેડ.કોન્સ હેમરાજભાઇ જામસંગભાઇ તથા હેડ.કોન્સ અજયભાઇ રમેશભાઇ તથા ડ્રા.હેડ.કો. ભુપતભાઇ પુંજાભાઇ એ રીતેના હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા આ કામના આરોપી નિર્મળસિંહ ઉર્ફે દાનુભા સન/ઓ મેઘુભા નાનુભા ગોહીલ  જાતે.ગરાસીયા દરબાર ઉ.વ.૫૫ રહે.ઇશ્વરીયા ગામ તા.ગઢડા જી.બોટાદવાળાની  કબ્જા ભોગવટાની વાડીએથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૪૭ , કુલ વજન ૧૪.૪૯૬ કિ.ગ્રામ જેની કિ.રૂ.૭૨,૪૮૦ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગઢડા  પો.સ્ટે એન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુન્હો દાખલ કરાયેલ છે. એફ.એસ.એલ અધિકારી આર.સી.પંડ્યાનાઓ દ્વારા રૂબરૂ હાજર રહી  જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.


આરોપીનિર્મળસિંહ ઉર્ફે દાનુભા સન/ઓ મેઘુભા નાનુભા ગોહીલ( રહે.ઇશ્વરીયા ગામ તા.ગઢડા જી.બોટાદ) પાસેથી  લીલા ગાંજાના છોડ નંગ-૪૭ વજન ૧૪.૪૯૬ કિ.ગ્રા કિ.રૂ.૭૨૪૮૦ (૨) મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦ જપ્ત કરાયા છે          
આ કામગીરીમાં અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ,ભાવનગર તથા હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક , બોટાદનાઓની સુચના મુજબ પો. ઇન્સ .એચ.આર.ગોસ્વામી એસ.ઓ.જી.શાખા બોટાદ તથા એસ.ઓ.જી શાખાના હેડ.કોન્સ.ગોવિંદભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા પો.કોન્સ હિતેષભાઇ તખતસંગભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહ અભેસિંહ તથા પેરોલ ફર્લો સ્કોડના ફરજ બજાવતા હેડ.કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ તથા આ.પો.કોન્સ ભારદ્વાજભાઇ કાળિદાસભાઇ તથા ગઢડા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ બી.જી.વાળા તથા હેડ.કોન્સ હેમરાજભાઇ જામસંગભાઇ તથા હેડ.કોન્સ અજયભાઇ રમેશભાઇ તથા ડ્રા.હેડ.કો. ભુપતભાઇ પુંજાભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

(10:03 pm IST)