Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ધ્રાંગધ્રામાં વિદેશી દારૂના ગુન્હાનો આરોપી અર્જુનસિંહ ઉર્ફે ભાણુભા મોરબીથી ઝડપાયો

વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીના ગેઇટ ખાતેથી ઝડપી પડાયો

ધાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એ ડીવીઝન પોલીસના વિસ્તારમાંથી રેંજની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

   રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે જે સ્કવોડના પીએસઆઈ જે.એસ.ડેલાની સુચના અને માર્ગદર્શન હેઠળ રેંજ ટીમના મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમારની ટીમે બાતમીને આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ઇંગ્લીશ દારૂ કેસમાં રેઇડ બાદથી છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી અર્જુનસિહ ઉર્ફે ભાણુભા દીગુભા ઝાલા( રહે. વાવડી રોડ મોરબી )ને વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીના ગેઇટ ખાતેથી ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે અને આરોપીની અટકાયત અંગે ધાંગધ્રા તાલુકાને જાણ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(12:41 am IST)