Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સુરેન્દ્રનગરની નગરપાલીકાના ચીફ ઓફીસરને હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન

ચુકાદાનો અમલ ન થવા અંગે પાલીકા વિરૂધ્ધ કન્ટેમની અરજી

વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગર શહેરની નગરપાલીકા હસ્તકની શાળાઓના શિક્ષણ સ્ટાફ જીલ્લા પંચાયતમાં સમાવાવા બાદ અમુક રકમ ચુકવણી થયેલ નથી. જેના કારણે હાઇકોર્ટ દ્વારા આ તમામ રકમ ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ નગરપાાલીકા દ્વારા રકમ ચુકવવામા ન આવતા કન્ટેમની ઓફ કોર્ટ દાખલ થતા હાઇકોર્ટનું તેડુ હાલમાં સુરેન્દ્રનગર નગર પાલિકાને આપ્યું છે.

 

જયારે ચિફ ઓફીસર મુદતમાં હાજરજ ન રહેતા વધુ એક મુદત પડેલ હોવાનું હાલમાં સુત્રો જણાવી રહ્યા છે.  સુરેન્દ્રનગર શહેરની પ્રાથમીક શાળાઓનો વહીવટ નગરપાલીકા હસ્તકમાં હતો ત્યારે સુરેન્દ્રનગર જોરાવર નગર રતનપર અને દુધરેજ વિસ્તારની શાળાઓમાં હજારો બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષકોનો પગાર ચુકવવાના પણ હાલમાં ફાફા પડી ગયા છ.ે

આ દરમિયાન સુરેન્દ્રનગર નગર પાલીકા સંચાલિત શાળાઓને જિલ્લા પંચાયતમાં સમાવવામાં આવેલ હતી શિક્ષકો સહિતના સ્ટાફને સમાવાવા બાદ પટ્ટાવાળા સહિત ૧૧ કર્મચારીઓને સમાવાતા હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ ઓકટો ર૦૧૭ માં ચુકાદો આપી અને તમામ રકમ ચુકવવા માટે પાલીકાને હુકમ પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ ચુકાદાનો અમલ ન થતા અરજદાર રેખાબેન કનૈયાલાલ રાવલ દ્વારા હાઇકોર્ટમાં વકીલ પુ.ટી. મીક્ષા, અને સી.એન.જાની દ્વારા કન્ટેમ્પર ઓફ કોર્ટમાં દાખલ કરી હતી જેમાના ર૩-૧ના રોજ મુદતમાં સુરેન્દ્રનગર પાલિકાના ચિફ ઓફીસર દર્શનસિંહ ચાવડા હાજર ન રહેતા તા.ર૬-ર ફેબ્રુઆરી ર૦૧૭ ના હાલમાં મુદત નાખવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલીત પ્રાથમીક શાળાઓના શિક્ષકો અને સ્ટાફની લેણી રકમ ચુકવવામાં સુરેન્દ્રનગર પાલિકા ગલ્લા તલ્લા કરી રહી છે. જયારે હાઇકોટ દ્વારા આદેશો કરવા છતા વર્તમાન આરકો અને અધિકારીઓ દ્વારા રકમ ચુકવવામાં આવેલ નથી ત્યારે હાઇકોર્ટની પણ હાલ સુરેન્દ્રનગર નગરપાલીકા ઐસી તેસી કરનાર સતાવાળા સામે કન્મ્પટ કોર્ટ થતા હાલમાં ભારે ચુકવાને સાથે ચર્ચા ચાલેલ છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ૧૦ થી વધુ પ્રાથમીક શાળાઓના વહિવટ સુરેન્દ્રનગર પાલિકા ચલાવાતી હતી જેમાંં શિક્ષકો સ્ટાફના પગારની ચુકવણી પણ સુરેન્દ્રનગર નગરપાલીકા દ્વારા થતો હતો પરંતુ સુરેન્દ્રનગર પાલીકા સંચાલિત શાળાઓને ર૦૦૩માં જિલ્લા પંચાયતમાં સમાવવામાં આવેલ હતી.

શિક્ષકો સ્ટાફને પણ જિલ્લા પંચાયત હવાલે કરવામાં આવ્યા હતા અને આ શાળાઓને ઓકટો ર૦૧૭ મા શિક્ષકોના નીકળતી રકમ ચકવી આપવા માટે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.(૬.૧૭)

 

(1:18 pm IST)