Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ધારીના લાખાપરમાં મુકેશ નાયકનો ઝેર પી આપઘાત

વતનમાં જવાની ના પડાતાં પગલું ભર્યુઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૩૦: ધારી તાબેના લાખાપર ગામે મગનભાઇ મધુભાઇ કુભાણીની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુકેશ ગોરધનભાઇ નાયક (ઉ.૧૭)એ ૨૭મીએ બપોરે બે વાગ્યે વાડીએ કોઇ કારણોસર ઝેર પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી ધારી પોલીસને જાણ કરી હતી. મુકેશ  બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેને વતનમાં જવું હોઇ પરિવારજનોએ થોડા દિવસ પછી જજે તેમ કહેતાં માઠુ લાગી જતાં પગલું ભર્યાનું તેના સગા સંજય નાયકે જણાવ્યું હતું.

(11:39 am IST)