Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વાંકાનેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રજાસત્તાક દીનની ઉજવણી

વાંકાનેર તા.ર૯ : વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ દ્વારા સૈયદી લુમાનજીના મઝારના પટાંગણમાં આમીલ હસ્તે ધ્વજવંદન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

જડેશ્વર રોડ ઉપર શેખ મુસ્તુફાભાઇ ખુમુશી, શેખ મુક્કરમભાઇ મીયાની ઉપસ્થિતિમાં અને વ્હોરા સમાજના ભાઇઓ-બહેનો અને નાના-નાના બાળકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સૌએ સલામી આપી હતી બાદ રાષ્ટ્રજોગ પ્રવચન સાથે ડો.સૈયદના મુફદુલ સૈફુદીન સાહેબના ઉપદેશ પર સૌને ચાલવા તેમના વિચારો સાથે જે દેશમાં રહો તેને પુરા વફાદાર થઇને રહો તેવી શીખ આપી હતી.

દાઉદી વ્હોરા સમાજના યુવાનોનું લુકમાની સ્કાઉટ બેન્ડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી સાથે બેન્ડની સુરાવલી સાથે દેશભકિતના ગીતો રજુ કર્યા હતા. આ વેળાએ મદ્રેસાએ બુરહાનીયાના નાના-નાના બાળકોએ પણ રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી પ્રજાસત્તાક પર્વ રંગમાં રંગાયા હતા. આ કાર્યક્રમમાં યંગ ગ્રુપ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

(11:36 am IST)