Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બીએપીએસ સંસ્થા દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસની દિશામાં ગોંડલમાં આંતરરાષ્ટ્રીય મહિલા કોન્ફરન્સ યોજાઇ

ગોંડલ તા. ૩૦ : મહિલા સશકિતકરણ અને યુવાપેઢીના સર્વાંગી વિકાસની દિશામાં સમગ્ર વિશ્વનાં ચિંતકો વિચારી રહ્યા છે. કુટુંબ,રાજય કે રાષ્ટ્રની આધારશીલા સ્ત્રી છે. ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી શિક્ષણની દિશામાં એ જમાનામાં પહેલ કરી હતી. ગુજરાતમાં સૌથી પ્રથમ શિક્ષિકાઓ સ્વામિનારાયણ  સંપ્રદાયના હતાં. તે જમાનાની કુરીતિઓ જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો તથા સતી પ્રથાના કુરિવાજને દુર કરવામાં ભગવાન સ્વામિનારાયણનો ફાળો અનન્ય હતો. સ્ત્રીઓની અલગ સભા કરીને તેમણે બેનોની આંતરશકિતને જાગૃત કરી. ભગવાન સ્વામિનારાયણથી માંડીને આજ સુધી બેનોની પ્રગતિ અવિરત ચાલુ જ છે. ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી દેશ વિદેશમાં આ મહિલા પ્રવૃત્ત્િ। સુપેરે પ્રસરી રહી છે. હાલ ૩૨૬૩ જેટલા બાલિકા શિશુ મંડળો, યુવા પ્રવૃતીના ૮૨૨ મંડળો, તથા મહિલા પાંખના ૩૫૫૪ મંડળો કાર્યરત છે. આ પ્રવૃત્ત્િ।માં વિશ્વમાં ચાલતા પ્રત્યેક મંડળને એક સમાન કાર્યક્રમ ચાલે છે. આ તમામ પ્રવૃત્ત્િ। દ્વારા શૈક્ષણિક, સામાજિક, અધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક વિકાસનો વિચાર કરવામાં આવે છે. આ તમામ પ્રવૃતિનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિચાર કરવા તા ૨૩/૦૧/૧૮ તથા ૨૪/૦૧/૧૮ ના રોજ ગોડલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા કોન્ફરન્સનું આયોજન થયું જેમાં, ભારત ઉપરાંત ઇગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, વગેરે દેશોના કુલ ૩૫ જેટલા સમર્પિત કાર્યકરોએ ભાગ લીધો.

આ કોન્ફરન્સનો પ્રારંભ ૨૩ના સવારે ૮.૩૦ કલાકે થયો હતો. પ્રથમ સેશનમાં વ્યકિતગત વિકાસ દ્રારા સમાજ નિમાર્ણમાં કાર્યરત રહેવું, ભારતીય હિંદુ સંસ્કૃતિની જાળવણી, હિંદુ ધર્મની અસ્મિતા, પારિવારિક એકતા, નિયમ ધર્મ યુકત શુધ્ધ જીવન જીવવું, શાસ્ત્ર મંદિર અને સંતમાં શ્રદ્ઘા રાખવી વગેરે મુદ્દાઓ મહિલાઓની પક્ષે વિચારાયા  હતા. જયારે યુવતિ વિભાગ માટે યુવતિઓની શૈક્ષણિક, સામાજિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસની સાથે સાથે સમયની માંગ અને ઉપયોગીતા મુજબ નવા કૌશલ્યો વિકસાવવા,વર્તમાન સમયના પડકારો ઝીલવા અને યુવતીઓને તૈયાર કરવી આડી મુદ્દાઓ પર ગોષ્ઠી થઇ. બાલિકામાં સત્સંગ, સંસ્કૃતિ, સંસ્કાર શિક્ષણ, સ્વવિકાસ તથા સ્વાસ્થ્યલક્ષી મૂલ્યોના સિંચનનો ઝીણવટભર્યો વિચાર કરવામાં આવ્યો. દ્વિતીય સત્રમાં સાંપ્રત સમયમાં બાલિકાઓ અને કિશોરીઓ તથા યુવતીઓ સબંધી વિવિધ પડકારો અને પ્રયત્નોનો વિચાર કરાયો. તૃતીય સેશનમાં સ્ત્રી પુરુષ મર્યાદા સંબધી ચર્ચા થઇ હતી.

આ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિઓ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર, વગેરે સ્થળેથી આવેલા સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ તરીકે રમાબેન માથુકિયા (ગોંડલ) તથા ઈલાબેન પટેલે હાજરી આપી. અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ અંગેની ચર્ચા કરતા રમાબેને જણાવ્યું કે મહિલા શકિતનો પરિચય અમને આ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં થયો. ગોડલની આજુબાજુના ૭૦ કી.મી. ની ત્રિજયામાં ૧૫૦ ગામોનો સંપર્ક ગોડલના બહેનોએ કર્યો. જયારે સૌરાષ્ટના ૧૧ જીલ્લાના ૮૦ તાલુકાના ૯,૦૦,૧૫૭ દ્યરે સંપર્ક કરવા ૧૨૧૦૦ બહેનો ગયા મંદિરનાં ૧૫ લાખ બેલા બહેનોએ ફેરવ્યા અને સતત બે વર્ષથી બહેનો સેવારત છે. મહિલાદિનમાં માત્ર સૌરાષ્ટ્રના જ પાંત્રીસ હજાર બહેનો હાજર રહ્યા આ દરેક બાબત કલ્પનાતીત છે. આ મહિલા કોન્ફરન્સમાં સત્સંગ વિકાસની સાથે સાથે મહિલાઓ તથા યુવાપેઢી અને બાલિકાઓના સર્વાગી વિકાસની ખેવના રખાઈ. આ કોન્ફરન્સમાં પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજની કૃપાથી સૌ કોઈએ પ્રેરણા મેળવી હતી.

(11:29 am IST)