Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કોડીનારનાં ધારાસભ્ય મોહનભાઇ વાળા ખેડૂતોનાં પ્રશ્ને તંત્ર સામે

મગફળીની ટેકાનાં ભાવે ખરીદી ફરી શરૂ કરવા મામલતદાર કચેરીમાં ડેરા તંબુ નાખ્યાઃ જયાં સુધી ખેડૂતોનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કચેરીન છોડવાનો નથી

કોડીનાર તા. ૩૦ :.. કોડીનારનાં ધારાસભ્ય મોહનભાઇ વાળાએ મગફળીની ટેકાનાં ભાવે બંધ કરાયેલી ખરીદી ફરી શરૂ કરવાનાં મુદે તંત્ર સામે શિંગડા ભેરવી, સવારે ૧૧ વાગ્યાથી કોડીનાર મામલતદાર કચેરીમાં મામલતદારની ચેમ્બર્સમાં જ ખેડૂતો સાથે ડેરા તંબુ નાખી જયાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી  મામલતદારની ચેમ્બર્સ માંથી નહી હટવાનું નકકી કરતા તંત્ર ધંધે લાગ્યુ હતું.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કોડીનાર માર્કેટીંગ યાર્ડ અને ડોળાસા સબ યાર્ડમાં ગત તા. ૧૮-૧-૧૭ થી ટેકાનાં ભાવની ખરીદી અચાનક  બંધ કરાતાં કોડીનારનાં ખેડૂતોએ આવેદન પત્ર પાઠવી મુખ્યમંત્રીને રજૂઆત કરી તે સમયે કોડીનાર અને ડોળાસા સબ યાર્ડમાં આવી ચુકેલ અંદાજે ૩પ૦૦૦ ગુણી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ અંગે તંત્ર  દ્વારા કોઇ પગલા ન ભરાતાં  કોડીનારના કોંગ્રેસનાં એમએલએ મોહનભાઇ વાળાએ આ મુદે મામલતદાર કચેરીએ જઇ, ઓફીસમાં જ ખેડૂતો સાથે જયાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી બેસવાની જાહેરાત કરતાં સમગ્ર તંત્ર ધંધે લાગ્યુ હતું.

અને આખો દિવસ સમજાવટનો દોર ચાલવા હતાં. ધારાસભ્ય મોહનભાઇ વાળા આ લખાઇ રહ્યુ છે ત્યાં સુધી હજુ પણ મામલતદાર કચેરીમાં જ ડેરા તંબુ નાખીને  બેસ્યા હોય આખો પ્રકરણ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

કોડીનારનાં ધારાસભ્ય મોહનવાળા ટેકાનાં ભાવે મગફળી ખરીદી પુનઃ શરૂ કરાવવા મામલતદાર કચેરીમાં બેસી જતાં આ અંગે કોડીનાર માર્કેટીંગ યાર્ડનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે રપ-૧૦-૧૭ ના ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થયું હતું. અને ૧૭-૧ર-૧૭ સુધી ટેકાના ભાવે ખરીદી કરાઇ હતી.  જે દરમિયાન કોડીનાર યાર્ડમાં ૩૩૦૮૮૩ બોરી અને ડોળાસા સબ યાર્ડમાં ૧૪૩૩પ૭ બોરી મળી કુલ ૪૭૪ર૪૦ બોરી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરાઇ હતી. જયારે ઓન લાઇન રજીસ્ટ્રેશન થયેલા ૧૦૦૦ થી વધુ ખેડૂતોની મગફળીનો તોલ કરવાનું બાકી હોવાનું જણાવ્યું હતું.

(11:28 am IST)