Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જસદણ : આટકોટનાં કૌશલ્ય વર્ધક કેન્દ્રનાં તાલીમાર્થીઓને કીટ અર્પણ

જસદણ તા.૩૦ : જસદણ તાલુકાના આટકોટ ગામે કૌશલ્ય વર્ધક કેન્દ્રમાં ઇલેકટ્રોનિકની તાલીમ લઇ રહયા છે તેવા તાલીમાર્થી ઓનો કાર્યક્રમ આજરોજ જસદણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોદ્યરાની અધ્યક્ષ તા માં રાખેલ હતો જેમાં આટકોટ ગ્રામ પંચાયતનાં સરપંચનાં પ્રતિનિધિ તેમજ ભાજપનાં આગેવાન દેવસીભાઈ ખોખરીયા ભાજપ અગ્રણી ચેતનભાઈ પંચોલી જસદણ તાલુકા યુવા ભાજપનાં પ્રમુખ આટકોટ ગ્રામ પંચાયત સદસ્ય અલાઉદીન ફોગ તેમજ ઇરફાનભાઈ આ કેન્દ્રનું સારું સંચાલન કરી રહેલા સલીમભાઈ સહિતના ની હાજરી માં આજરોજ અંદાજે ૪ હજર રૂપિયા જેવી કિંમતની ઇલેકટોનિકસ ને લગતી કીટનું આ કેન્દ્ર ના તાલીમાર્થી ઓને વિતરણ કરાયેલ હતું.

આ કેન્દ્રમાં જે લોકોને એડ્મીસન મળેલ છે તેઓને તાલીમ આપવામાં આવે છે ત્યાર બાદ તેની પરીક્ષા આપવામાં આવે છે આ પરીક્ષા બાદ તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે જે સરકાર માન્ય હોય છે અને જે બેરોજગાર યુવાનો હોય છે તેને નોકરી મેળવવા બહુ ઉપયોગી થાય છે.

ભાજપ ના અગ્રણી ચેતનભાઈ પંચોલીએ જણાવેલ કે ભાજપ સરકારના પ્રયત્નો થી બેરોજગાર યુવાનોને રોજગારી નોકરી મળી રહે તે હેતુ થી આ ગુજરાત ભરમાં કૌવસલ્ય વર્ધક કેન્દ્ર સરૂ કરવામાં આવ્યા છે

તાલુકા યુવા ભાજપ પ્રમુખ અલાઉદીન ફોગે જણાવેલ કે ગુજરાત સરકાર નું બેરોજગાર યુવાનો માટે આ સારું પગલું કહેવાય આવા કેંદ્રથી ગ્રામ્ય વિસ્તાર માં રહેતા બેરોજગાર યુવાનો પગભર થઇ સકે છે તેમજ આ આટકોટ ખાતે ચાલતું આ કોવ્સલ્ય વર્ધન કેન્દ્ર ની સારી કામગીરી બદલ સલીમભાઈ સહિતના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા આ યોજનાનો આટકોટ આજુ બાજુનાં ગામોનાં યુવાનો બહોળી સંખ્યામાં લાભ લઇ રહયા છે.

આ કાર્યક્રમમાં ચેતનભાઈ પંચોલી, દેવસીભાઈ ખોખરીયા, અલાઉદીન ફોગ, ઇરફાનભાઈ, સલીમભાઈ, સહીતનાં ઉપસ્થિત રહ્યા હતાં.

(11:27 am IST)