Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કાલાવડઃ ભાયુ ખાખરીયા ગામે અનુ. આદીવાસી જાતી મતદાર ન હોવા છતાં સરપંચ અને સદસ્ય માટે સીટ અનામત થતાં ગ્રામજનોમાં આશ્ચર્ય

કાલાવડ તા. ૩: તાલુકાના ભાયુ ખાખરીયા ગામે જાહેર થયેલ મતદાર યાદીમાં એક પણ મતદાર અનુ. આદીવાસી જાતી નથી છતાં ચુંટણી પંચ દ્વારા ભાયુ ખાખરીયા ગામે સરપંચ અને સદસ્યનો વોર્ડ અનામત જાહેર કરેલ છે. આ બાબતે ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ ઉકેલ મળ્યો નથી. જેથી ભાયુ ખાખરીયા સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક અને ચુંટણી પ્રક્રિયામાં ભાગ નહીં લેતા સ્વૈચ્છીક બહિષ્કાર થયો હોવાનું જાણવા મળે છે.

આ બાબતે કોઇ ઉકેલ નહીં આવતા ભાયુ ખાખરીયા ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન રહે તેમ જણાય રહ્યું છે.

(11:24 am IST)