Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

તાલાલામાં ૩.૪નો ભૂકંપ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૫ હળવા આંચકા

રાજકોટ તા.૩૦: તાલાલા (ગીર) માં કાલે મોડી રાત્રીના ૩.૪ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો છે આ ભૂકંપ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પ હળવા આંચકા અનુભવાયા છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે કાલે સોમવારે રાત્રીના ૧૦:૨૭ વાગ્યે સુરેન્દ્રનગરથી ૨૯ કિ.મી. દુર ૧.૬ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જયારે તાલાલા (ગીર)માં ભૂકંપમાં હળવા આંચકા ચાલુ રહ્યા છે અને મોડી રાત્રીના ૩.૪ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ તાલાલાથી ૧૪ કિ.મી. દુર ઉતર દિશા તરફ હતુ.

જયારે આજે મંગળવારે સવારે ૬:૧૬ વાગ્યે ભચાઉમાં ૧.૫ની તિવ્રતાનો, ૬.૨૭ વાગ્યે, કચ્છના ધોળાવીરામાં ૧.૪ની તિવ્રતાનો અને ગુજરાતના વાવમાં સવારે ૯:૧૪ વાગ્યે ૨.૩ની તિવ્રતાનો તથા ૯:૫૨ વાગ્યે સુરેન્દ્રનગરમાં ૧.૩ની તિવ્રતાનો આચકો અનુભવાયો હતો.(૧.૯)

(11:04 am IST)