Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબીના સ્કાય મોલમાં યોજાયેલ બર્થ ડે પાર્ટીનો વિડિઓ વાયરલ:તપાસ કરવા એસપીનો આદેશ

સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા અને માસ્ક પહેર્યા વગર પાર્ટીમાં ગરબા રમ્યાનો વિડિઓ વાયરલ

મોરબી: શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં બર્થ ડે પાર્ટી યોજાઈ હતી જેમા સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયા હતા અને માસ્ક પહેર્યા વગર પાર્ટીમાં ગરબા ચાલુ હતા ત્યારે અધિકારી અને પદાધિકારી સહિતના લોકો જોવા મળ્યા હતા જે અંગેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ અંગે હાલમાં પોલીસ હરકતમાં આવી છે અને મોરબી જિલ્લા પોલીસ વડા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ વિડિયોની તપાસ કરવા માટે થઈને તેઓ આદેશ કરેલ છે

વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ જગ્યાએ કાર્યક્રમ હોય તો સોશ્યલ ડિસેટન્સિંગ અને મોઢા ઉપર માસ્કની અમલવારી કરવામાં આવે છે તેમજ માસ્કનો ઉપયોગ ન કરવામાં આવે તો સરકારની ગાઇડલાઇન મુજબ દંડ લેવામાં આવે છે મોરબી પોલીસ દ્વારા જાહેરનામા ભંગના તેમજ માસનો પહેર્યા હોવાના કેસ કરીને દંડ વસુલ કરવામાં આવે છે પરંતુ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે પોલીસકર્મીની યોજાયેલ બર્થ-ડે પાર્ટીની અંદર ખુદ અધિકારી અને પદાધિકારી મસ્ક વગર જોવા મળી રહ્યા છે તેવો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ છે

 મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર છે સ્કાય મોલમાં યોજાયેલ બર્થ ડે પાર્ટીનો જે વિડિયો વાઇરલ થયો છે તે મુદ્દે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને તપાસ સોંપવામાં આવેલ છે અને તેની તપાસના અંતે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો કે, જવાબદાર અધિકારી દ્વારા વાયરલ વિડયો મુદે શું તપાસ કરવામાં આવશે અને પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવશે તે તો સમય જ બતાવશે

(9:12 pm IST)