Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબીના શનાળા રોડ પર ગેસ લાઇનમાં લીકેજથી આગ ભભૂકી : લોકોમાં નાશભાગ

બાજુમાં આવેલ ટીસી બળી ગયું: ગેસ કંપનીના કર્મચારી અને ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોચી

મોરબી:  શહેરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપ લાઇનથી ઘર વપરાશ અને ઉધ્યોગ માટે ગેસ આપવામાં આવે છે દરમ્યાન  મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટરની સામેની શેરીમાં રસ્ત ઉપર હાલમાં ગેસ લાઇન લીકેજ થયેલ છે જેથી કરીને આગ લાગી છે અને સ્થળ ઉપર જ્યાં આગ લાગી  છે તેની બાજુમાં જ આવેલ ટીસી પણ આગમાં લાગી જવાથી ટીસી પણ બળી ગયું છે અને રસ્તા ઉપરથી પસાર થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે, શનાળા રોડ ઉપર ગેસ સપ્લાઈની મેઇન લાઇનમાં લીકેજ થયું છે જેથી કરીને ગેસ કંપનીના કર્મચારી અને મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોચી ગયેલ છે

(9:10 pm IST)