Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પોરબંદરમાં ડીગ્રી વિના પ્રેકટીસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી એસ.ઓ.જી

મેડિકલ તપાસણી ના સાધનો ઈન્જેકશન, દવાઓ સહિત રૂ. ૫૮૪૧.૬૦/- ની મુદ્દામાલ જપ્ત

પોરબંદર : જ્યૂબેલી વિસ્તારના કન્યા છાત્રાલય પાસે મેડિકલ ડીગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ ડૉક્ટર વલ્લભદાસ મગનલાલ વાઘેલા (ઉ.૬૦) ને એસ.ઓ.જી એ રેડ કરીને પકડી પાડેલ છે. પોલીસે આ બોગસ ડૉક્ટર સાથે મેડિકલ તપાસણી ના સાધનો ઈન્જેકશન,દવા સહિત કુલ ૫૮૪૧ નો મુદ્દામાલ જપ્ત કારેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબએ પોરબંદર જિલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા શ્રી કે.આઇ.જાડેજા પોલીસ ઇન્સ, તથા શ્રી એચ.સી.ગોહીલ પોલીસ સબ ઇન્સ.એસ.ઓ.જી.નાઓને જરૂરી સુચના અને

માર્ગદર્શન આપી આવા ગે.કા મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોની બાતમી મેળવી શોધી કાઢવા આપેલ જે સુચના મુજબ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ. સમીરભાઇ જુણેજાને મળેલ બાતમી આધારે જયુબેલી વિસ્તારમા ચારણકન્યા છાત્રાલય પાસે રેઇડ કરતા વલ્લ્ભદાસ મગનલાલ વાધેલા ઉ.વ.૬૦ ધંધો- મેડીકલ પ્રેકટીસ જેઓ અભ્યાસ ધોરણ-૧૦ સુધી કરેલ હોય અને કોઇપણ જાતના ડોકરટની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેકશનો વિગેરે દવાઓ આપી પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેકશનો તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કિ. ૫૮૪૧.૬૦/- મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

            સદરહું કામગીરીમાં પી. આઈ કે. આઇ.જાડેજા, પી.એસ. આઈ એચ.સી.ગોહિલ, એ. એસ.આઈ કે.બી.ગોરાણીયા તથા એમ.એમ.ઓડેદરા, મહેબુબખાંન બેલીમ, પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહીતભાઇ ગોરાણીયા, સંજય કરશનભાઇ, ડ્રા.માલદેભાઇ મુળુભાઇ સાથે સમગ્ર એસ.ઓ.જી. ટીમ રોકાયેલ હતી.

(8:22 pm IST)