Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબીમાં પોલીસકર્મીની બર્થડે પાર્ટીમાં પણ સોશ્યલ ડીસ્ટન્સના લિરા ઉડ્યા મોઢા પર માસ્ક વગર ગરબે ધુમ્યા : વિડિઓ વાયરલ

ગાયક કલાકાર જિજ્ઞેશ કવિરાજ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને કલેક્ટરની હાજરીમાં નિયમો ભૂલાયા

મોરબી : તાજેતરમાં જ ભાજપના નેતાના લગ્નમાં હજારો લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. ત્યારે ગાયક કલાકાર જિજ્ઞેશ કવિરાજ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને કલેક્ટરની હાજરીમાં નિયમો ભૂલાયા હતા. પોલીસ કર્મચારીની બર્થ-ડે પાર્ટીમાં જીજ્ઞેશ કવિરાજની હાજરીમાં રાસ ગરબા યોજાયા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમમાં મોઢા પર માસ્ક વગર ઘરબે ઘૂમતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

 મોરબીમાં કોરોના વોરિર્સે જ જાહેરમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. પોલીસકર્મીએ પોતાના જન્મદિવસની ભવ્ય પાર્ટી આપી હતી. જે પાર્ટીમાં ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે હાજરી આપી હતી અને તેમના તાલ પર લોકો ગરબે ઘુમ્યા હતા. આ પ્રોગ્રામમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને અધિક કલેક્ટર પણ હાજર રહ્યા હતા.

મોરબીમાં બર્થ-ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધારાસભ્ય અને અધિક ક્લેકટરની હાજરીમાં ધજાગરા ઉડ્યા હતા. પોલીસ કર્મચારીની બર્થ-ડે પાર્ટીમાં જીગ્નેશ કવિરાજની હાજરીમાં રાસ ગરબાનું આયોજન થયુ જેમા લોકો મોઢા ઉપર માસ્ક વગર ગરબે ઘૂમ્યા. હાલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

(7:10 pm IST)