Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબીમાં ૫ સિરામીક પેઢી ઉપર જીએસટી દરોડાઃ ૫૧ લાખની સ્થળ પર વસુલાત

ઈ-વે બીલ વિના માલ જતો હોય ગાડીઓ ઝડપી લીધા બાદ તંત્ર ત્રાટકયુ

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ વેટના ડિવીઝન-૧૦ના જોઈન્ટ કમિશ્નરશ્રી ત્રિવેદીની સૂચના બાદ ટીમોએ મોરબીમાં પાંચ જેટલી વિખ્યાત સિરામીક કંપની-પેઢી ઉપર દરોડાનો દોર ચલાવી ટેક્ષ ચોરી બાબતે પાંચેય પેઢીની થઈને કુલ રૂ. ૫૧ લાખની ટેક્ષ ચોરી ઝડપી લઈ કરની સ્થળ ઉપર જ વસુલાત કરી લીધી હતી.

સાધનોના ઉમેર્યા પ્રમાણે ઈ-વે બીલ વિના સિરામીકનો માલ લઈ ટ્રક જતી હતી તે મોબાઈલ સ્કવોડે ઝડપી લીધી હતી. આ પછી આ ટ્રકમાં જેનો માલ હતો તે ૫ સિરામીક કંપની ઉપર મોરબીમાં દરોડા પડાયા હતા અને ૨ દિ'ની તપાસ બાદ ૫૧ લાખની ટેક્ષ ચોરીની વસુલાત કરી લેવાઈ હતી.

(3:30 pm IST)