Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ શહેરમાં એક માસ પહેલા થયેલી રૂપિયા પોણા બે લાખની ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર:રાજકોટ શહેરમાં એક માસ પહેલા થયેલી  રૂપિયા પોણા બે લાખની ચોરીનો ગુન્હો ડીટેક્ટ  રાણાવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે કર્યો છે.

             પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૩/૧૨/૨૦૨૦ ના રોજ રાણાવાવ પો.સ્ટાફ દ્વારા બે પરપ્રાંતિય બિહારીઓને ફાયર આર્મ્સ હથિયારો પિસ્ટલ તથા દેશી તમંચા (જીવતા કાર્ટીસ સાથે) ઝડપી લીધા બાદ આ ગુન્હાની સઘન તપાસ કરવા માટે *પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવિ મોહન સૈની સાહેબ* દ્વારા ખાસ સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે *પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ* ના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બલભદ્રસિંહ એસ.ઝાલા તથા એ.એસ.આઇ. એમ.ડી.મકવાણા તથા હેડ કોન્સ. જે.પી.મોઢવાડીયા, આર.બી.ડાંગર તથા પો.કોન્સ. હેમાન્શુભાઇ વાલાભાઇ, સંજયભાઇ વાલાભાઇ,જયમલભાઇ સામતભાઇ, સરમણભાઇ દેવાયતભાઇ, પરબતભાઇ લક્ષ્મણભાઇ, અશોકભાઇ ચુડાસમા વગેરે સ્ટાફ દ્વારા આ બાબતે ખંત અને મહેનતથી તપાસ કરી આરોપીઓને નામ. રાણાવાવ કોર્ટમાં રજુ કરી એ.પી.પી.શ્રી જયેશ ઓડેદરા સાહેબની ધારદાર દલીલની મદદથી આરોપીઓના તા.૩૦/૧૨/૨૦૨૦ સુધીના રીમાન્ડ મેળવ્યા બાદ આ ગુન્હાના કામે આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરી ઈ.ગુજકોપ તથા પોકેટકોપની મદદથી પકડાયેલ આરોપી પૈકીના મનીષકુમાર રામદેવસિંગ રહે. બિહાર વાળાએ ગત તા.૨૦-૨૧/૧૧/૨૦૨૦ ના રોજ રાત્રીના રાજકોટ મુકામે કિશાનપરા ચોકમાં આવેલ યુ.એસ.પીત્જા નામની દુકાનમાં કામ કરતો હોય જ્યાં પોતે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલીને દુકાનમાં રાખેલ રોકડા રૂપીયા પોણા બે લાખની ચોરી કરેલનુ કબુલાત આપતા રાણાવાવ પોલીસે રાજકોટ એ.ડીવીજન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:27 pm IST)