Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા રીબ ગામે આંખ અને દાંતનો ફ્રી મેડીકલ કેમ્પ આંખના ૨૮૭ અને દાંતના ૪૮ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો

રાજકોટ તા ૨૯  SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે તા.૨૪ થી ૨૬ ડીસેમ્બર દરમ્યાન શ્રી ઘનશ્યામ મહારાજના પ્રથમ વાર્ષિક પાટોત્સવ, શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ઓન-લાઇન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

       SGVP ગુરુુકુલ રીબડા (રાજકોટ)ના સેવાના અેક ભાગ રુપે રાજકોટની બાજુના રીબ ગામે રાજકોટના નિષ્ણાંત ડોકટરોના સહકારથી શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી વેદાંતસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આંખ અને દાંતનો મેડિકલ કેમ્પ યોજાયો હતો.

જેમાં આંખના ૨૮૭ ઉપરાંત અને દાંતના ૪૮ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ૧૩૦ દર્દીઓને ફ્રીમાં ચશ્મા અર્પણ  કરવામાં આવેલ.

(1:25 pm IST)