Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ખંભાળિયા - દ્વારકા હાઇવે ઉપર ટ્રક બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

(કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળિયા તા.ર૯ દેવભુમિ દ્વારકા  જીલ્લાના દ્વારકા - ખંભાળિયા હાઇવે ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકા ખંભાળિયા હાઇવે ઉપર શિવ પંપની આગળ દ્વારકા તરફ જતાર રસ્તા ઉપર રાત્રીના જામનગર તરફ જતા ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક દિનેશભાઇ ચૌહાણનું મોત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)