Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડમાં નાતાલ પર્વની ઉજવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૯ : ભાણવડમાં ખ્રિસ્તીઓના ચર્ચ ખાતે નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન ઇશુ ખ્રિસ્તના જીવનના વિવિધ પ્રયોગો તથા તેમણે આપેલા માનવતાવાદી ઉપદેશો તે યથાર્થ રીતે દર્શાવતી મુર્તિઓ તથા ચિત્રો તથા વિવિધ શિલ્પો તથા સુંદર રીતે દૃશ્યમાન એવા પ્રસંગોના પ્રદર્શન યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા ખ્રિસ્તીઓ મિશનરીઓ ફાધર વિ. જોડાયા હતા.ઇસુના જન્મ તથા બાળ સ્વરૂપની પ્રતિમાએ આકર્ષણ જગાવ્યું હતું.

(12:51 pm IST)