Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જામનગર ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયરનું સન્માન : એન-૯૫ ૧૦ હજાર માસ્કનું વિતરણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કા માં કાર્યરત છે જે અંતર્ગત (૧)જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશિયલ મીડિયા - પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ દ્વારા કોરોના વિષે જાગૃતિ ફેલાવીને લોકોને કોરોના વિષે ની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે, (૨) અનાજ, ફરસાણ, શાકની કીટ વિતરણ, (૩) નીઃશુલ્ક ટેલીફોનીક કાઉન્સેલિંગ સેન્ટર, (૪) ૨૪ કલાક ખડે પગે સેવા આપતા કોરોના-વોરિયર એવા પોલીસ સ્ટાફ ને ચા અને લીંબુ પાણીની લોકડાઉનના પ્રથમ દિવસથી જ સેવા (૫) સરકારને કોઈ જરૂરિયાત હોય જેમ કે હાલ લોકડાઉનમાં જી. જી. હોસ્પિટલમાં થેલેસેમિયા સામે બાથ ભીડતા બાળકોને લોહીની તાતી જરૂરિયાત છે તો તે માટે સહકાર વગેરે કામગીરી કરવામાં આવે છે. (૬) કોવિડ -૧૯ ને લીધે બેરોજગાર થયેલા ને રોજગારી માટે 'એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ બ્યુરો' અને 'યુથ સપોર્ટ સેન્ટર'

તાજેતરમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ જેવા કે જી જી હોસ્પિટલ, જામનગર મહાનગરપાલિકા, પોલીસ ડીપાર્ટમેન્ટના સ્ટાફ હાલની મહામારીના સંજોગોમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે તે તમામ કોરોના વોરિયરનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્રીજા રાઉન્ડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિના મુલ્યે ૫૦૦૦ બ્રાન્ડેડ એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા આ ઉપરાંત જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં, ઝોપડપટ્ટીઓમાં, શાક માર્કેટ ખાતે વગેરેને ૫૦૦૦ વિના મુલ્યે એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા. અત્યાર સુધીમાં કુલ ૨૫૦૦૦થી વધુ માસ્ક આપવામાં આવેલ છે.

વિવિધ પોલીસ ચોકીમાં ઉપસ્થિત પોલીસ ઇન્સ્પેકટરનું કોરોના વોરિયર તરીકે સન્માન કરી વિના મુલ્યે એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા જેમાં મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. કણઝારીયા મેમ, મહિલા પોલીસ સ્ટેસનના પી.એસ.આઈ. અલ્કાબા જાડેજા, બી. ડીવીઝન ના પી. આઈ. ગાંધે, સી. ડીવીઝન નાં પી.આઈ. ગોંડલીયા, જામનગર ગ્રામ્ય ના પી. આઈ. કૃણાલ દેસાઈ, પંચકોશી બી. ડિવિઝન ના પી.આઈ. પરમાર વગેરેનો સમાવેશ થાય આ તકે જામનગર જીલ્લાના એસ.પી. શ્રી દીપન ભદ્રન, એસ. પી. ના પી.એ. અજીતભાઈ, અને સ્ટાફે સહકાર પાઠવેલ હતો. જામનગર મહાનગર પાલિકા ખાતે કોવીડ-૧૯ માટે રોકાયેલ તમામ સ્ટાફનું કોરોના વોરિયર તરીકે સન્માન અને વિના મુલ્યે એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા. આ તકે કમિશ્નર શ્રી પટેલ , મેયર શ્રી હસમુખ જેઠવા, ડો.જે.જે.પંડ્યા, ડો.અમિત ડાભી (HOD-હેલ્થ), મેડીકલ ઓફિસર ડો.ઋજુતા જોશી, ડો.મંગે વગેરેનો સહકાર સાપડેલ હતો.

સરકારી જી. જી. હોસ્પિટલ ખાતે પણ કોવીડ-૧૯ હોસ્પીટલના તમામ સ્ટાફનું કોરોના વોરિયર તરીકે સન્માન અને વિના મુલ્યે એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા જે કાર્ય માટે શ્રી એમ પી શાહ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ, ડો.હર્ષ ત્રિવેદી, સુપ્રીટેડન્ટ ડો.દીપક તિવારી, કોવીડ-૧૯ હોસ્પીટલના હેડ ડો.ચેટરજી સાહેબ વગેરેનો સહકાર સાપડેલ હતો.

આ તકે વોલીયન્ટીયર ટીમ, ચૈતન્યનો શિક્ષિકાગણ સ્ટાફ અને દાતાઓ અને શુભેચ્છકો વગેરે તમામનો આ તકે આભાર માનીએ છીએ.

આ તકે સોશિયલ ડીસટન્ટ અને સેનેટાઈઝેશન ની તકેદારી રાખવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાજલ પંડ્યા, અશોકભાઈ શાહ, હિતેશ પંડ્યા, વિમલ અધેરા, રાગીણી પ્રજાપતિ વગેરેએ માર્ગદર્શન પાઠવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં સહકાર પાઠવવા માંગતા સજ્જનોએ કાજલ પંડ્યાનો (મો. નંબર : ૯૪૦૮૦૨૬૦૪૨) સંપર્ક કરવો.

(12:51 pm IST)